કૌશિક કાંઠેચા, કચ્છ: ફરી એકવાર ગુજરાતના દરિયાઈ વિસ્તારમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું, ગુજરાતના કચ્છ જિલ્લાના જાખો સમુદ્ર વિસ્તારમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન, પાકિસ્તાની બોટ સાથે 50 કિલો ડ્રગ્સ ઝડપાયું, 6 પાકિસ્તાનીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
6 પાકિસ્તાની ખલાસીઓ ઝડપાયા
ગુજરાત ATSને ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યો હતો કે પાકિસ્તાની બોટ ‘અલ સાકર’માં 6 પાકિસ્તાની ખલાસીઓ છે. તેઓ દરિયાઈ માર્ગે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરી રહ્યા છે. આ ઈનપુટ બાદ કોસ્ટ ગાર્ડે ભારતીય દરિયાઈ સરહદમાં પેટ્રોલિંગ વધારી દીધું હતું. પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં પ્રવેશતાની સાથે જ ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજોએ ભારતીય જળસીમામાં પાકિસ્તાની બોટ “AL SAKAR” નજીકથી પાકિસ્તાની બોટની તલાશી લેતા તેમાંથી 50 કિલો હેરોઈન ડ્રગ્સ મળી આવ્યું છે.જેની બજાર કિંમત આશરે 300 કરોડ રૂપિયા છે. પાકિસ્તાની બોટમાં સવાર તમામ 6 લોકોની ધરપકડ કરીને જાખો બીચ પર લાવવામાં આવી રહ્યા છે.
ડ્રગ તસ્કરોને તપાસ માટે જખૌ લઇ જવાયા
300 કરોડના ડ્રગ સાથે 6 ડ્રગ તસ્કરોને ઉંડી તપાસ માટે જખૌ લઇ જવામાં આવ્યા છે. ઉલ્લખેનીય છે કે ગુજરાતના દરીયાકાંઠે ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ સંયુક્ત ઓપરેશન કરીને સતત ડ્રગ પકડી રહ્યું છે. એજન્સીઓએ એલર્ટ રહીને સૌથી વધુ ડ્રગ્સ પકડયું છે ત્યારે આ ડ્રગ્સ ક્યાં પહોંચાડવાનું હતું અને કોણે મંગાવ્યું હતું તે સહિતના મુદ્દા પર તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT