અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી અનેક જગ્યાએથી ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે ત્યારે આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન પણ આપ્યું છે કે ડ્રગ્સ પકડાયું નથી પરંતુ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. ડ્રગ્સ મામલે રાજનીતિ ન થવી જોઈએ ત્યારે આમ આદમી પાર્ટીની વિધ્યાર્થી પાંખે ડ્રગ્સ મામલે કોમર્શિયલ બિલ્ડીંગમાં ઈન્જેકશન મળી આવતા સરકાર પર પ્રહાર કર્યા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું છે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છેલ્લા CYSSણા પ્રદેશ ઉપાધ્યક્ષ દર્શિત કોરાટે કોમર્શિયલ બિલ્ડીંગોમાં મળી આવેલા ઇન્જેક્શ મામલે કહું કે, બે મહિના પહેલા અમારી ટીમને એવી માહિતી મળી હતી કે સુરતની જે અલગ અલગ કોમર્શિયલ બિલ્ડીંગ છે તે કોમર્શિયલ બિલ્ડીંગોમાં કેટલીક ગેરબંધારણીય પ્રવૃત્તિઓ થતી હોય, ગેરબંધારણીય જે વ્યસનો છે તે થતા હોય એવી માહિતીના ફોટા કેટલાક જાગૃત નાગરિકો દ્વારા અમને મળ્યા છે. ત્યારબાદ સતત બે મહિના સુધી CYSS સમિતિ દ્વારા સુરતની જેટલી પણ કોમર્શિયલ બિલ્ડીંગો છે તેમાં વોચ રાખવામાં આવી, અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે એવી બિલ્ડીંગ જ્યાં કોઈ વ્યક્તિ રાત્રે જઈ ન શકતું હોય તેવી બિલ્ડિંગોના ટોયલેટમાંથી, ખૂણા ખાચરાઓમાંથી ઇન્જેક્શન પ્રાપ્ત થયા જે ઇન્જેક્શનનો ઉપયોગ ડ્રગ્સ લેવા સિવાય બીજી એક પણ જગ્યાએ ના થતો હોય. આ મુદ્દો ડ્રગ્સનો છે. જેમાં સુરતની અલગ અલગ કોમર્શિયલ બિલ્ડીંગમાંથી અમને ડ્રગ્સ લેવા ઉપયોગમાં આવતા ઇન્જેક્શન મળી આવ્યા છે.
ગૃહ મંત્રીને કર્યા સવાલો
હર્ષ સંઘવી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, આપણા માનનીય ગૃહમંત્રી જ્યારે સુરતથી આવતા હોય અને સુરતમાં આવી ઘટના બનતી હોય તો તે અતી નીંદનીય છે. કોમર્શિયલ બિલ્ડીંગ જેમાં 20 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના યુવાનો જોબ કરે છે, પોતાના બિઝનેસ ચલાવે છે અને તેવી બિલ્ડીંગોમાં આવા ઇન્જેક્શન મળવાથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે ગુજરાતના યુવાનો કઈ દિશામાં જઈ રહ્યા છે. સરકાર સામે પ્રશ્ન ઊભો થાય છે કે સરકાર શું કરી રહી છે? જ્યારે સુરતથી જ ગૃહ મંત્રી આવતા હોય અને સુરતમાં આવી નીંદનીય ઘટનાઓ જોવા મળતી હોય તો આપણે ગુજરાતને શું શીખ આપીશું? આપણે ભારતને શું શીખ આપીશું? તે સવાલ અમે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને કર્યા
ગૃહમંત્રી પાસે માંગ્યું રાજીનામું
CYSS ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દર્શિત કોરાટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે રાજીનામું માંગતા કહ્યું કે, આમ આદમી પાર્ટી વતી અમે ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ કે જો તમારાથી તમારું સુરત ચલાવવાની જ તાકાત ના હોય તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. કોમર્શિયલ બિલ્ડીંગમાંથી જેટલા પણ ઇન્જેક્શનમાં મળ્યા છે તેના વિડીયો અને અમારી રિસર્ચના સંપૂર્ણ પુરાવા અમારી પાસે છે.
ડોક્ટરે ઇન્જેક્શ મામલે કર્યો ખુલાસો
કોરટ દ્વારા જાહેર કરતા તેમણે જણાવ્યું કે, વિડીયો વરાછા વિસ્તારના યોગીચોકના છે. યુવાનોને રંગે હાથ પકડવાની અમે કોશિશ કરી હતી, પરંતુ રંગે હાથ પકડવા જતા કેટલાક યુવાનો અમારા હાથમાંથી છટકી ગયા છે. એના પણ અમારી પાસે પુરાવા છે. લેબોરેટરી તપાસની જવાબદારી અમારી નથી એ પોલીસ પ્રશાસનની છે. આ બિલ્ડીંગો ના નામ ની માહિતી આપવા માટે અમે તૈયાર છીએ. ડોક્ટરોનું કહેવું છે કે આ પ્રકારના ઇન્જેક્શન બે વસ્તુ માટે ઉપયોગ કરવામાં આવે છે. એક છે ઇન્સ્યુલીન ડાયાબિટીસના પેશન્ટ માટે અને બીજું છે ડ્રગ્સ માટે.
ADVERTISEMENT