મહીસાગર: મહીસાગરમાં પોલીસની આબરુના ધજાગરો કરતો કિસ્સો સામે આવ્યો છે. 7 મહિના પહેલા રૂ.50 લાખની કિંમતના 500 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયેલો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જવાનો મામલો બન્યો છે. આરોપીને લુણાવાડા કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવાયો હતો. જ્યાં કોર્ટમાં હાજર કર્યા બાદ પરત ફરતી વખતે કેદી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો. આ ઘટનામાં હવે બે કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
7 મહિના પહેલા ડ્રગ્સ સાથે પકડાયો હતો આરોપી
વિગતો મુજબ, અંદાજે 7 મહિના પહેલા જૈનુલ આબેદીન ઉર્ફે જાનુ અબ્દુલ જબ્બાર અંશારી નામનો ખેપીયો રૂ.50 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે પકડાયો હતો. ડ્રગ્સની હેરાફેરીના આરોપીને લુણાવાડા કોર્ટમાં હાજર કરવા માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટની પ્રક્રિયા પૂર્ણ કરીને પરત ફરતી વખતે કેદી જાપ્તાના જવાનોને ચકમો આપીને તે ફરાર થઈ ગયો.
આ પણ વાંચો: ખુલ્લા વીજતારથી એક પરિવારના ત્રણ સભ્યો મોતની ચાદર ઓઢી ગયાઃ તાપીમાં કરુણ બનાવ
બે પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ
બનાવને પગલે પોલીસની શાખને જ નુકસાન પહોંચ્યું હતું, તો સમગ્ર મામલે બેદરકારી દાખવનારા બે પોલીસ કોન્સ્ટેબલ જેસીંગભાઈ અને અશોકસિંહ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ ફરાર આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: મોરબી ફેક્ટરીની દુર્ઘટના, બાળકનું માથુ ફસાતા તે મશીનમાં જતું રહ્યું અને..
(વિથ ઈનપુટ: વિરેન જોશી)
ADVERTISEMENT