DRI ની મોટી કાર્યવાહી, કરોડો રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટ કરી જપ્ત

કૌશિક કાંઠેચા, કચ્છ:   ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ અમદાવાદે 19મી ઓક્ટોબરના રોજ ખાનગી સીએફએસ એરિયા મુંદ્રામાંથી અંદાજે રૂ. 33 કરોડના મૂલ્યની વિદેશી બ્રાન્ડની સિગારેટ  નું કન્ટેનર…

gujarattak
follow google news

કૌશિક કાંઠેચા, કચ્છ:   ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ અમદાવાદે 19મી ઓક્ટોબરના રોજ ખાનગી સીએફએસ એરિયા મુંદ્રામાંથી અંદાજે રૂ. 33 કરોડના મૂલ્યની વિદેશી બ્રાન્ડની સિગારેટ  નું કન્ટેનર જપ્ત કર્યું છે. એક સપ્તાહ પહેલા પણ સિગારેટના કન્ટેનર જપ્ત કરવામાં આવ્યું હતું. અગાઉ પણ સિગારેટની માન્ચેસ્ટર બ્રાન્ડની હતી.

ડીઆરઆઈને બાતમી મળી હતી કે પ્રાઈવેટ સીએફએસ એરિયા મુન્દ્રામાં કન્ટેનરમાં “રેડીમેઈડ ગારમેન્ટ્સ” ના આડમાં વિદેશી બ્રાન્ડની સિગારેટ મોકલવામાં આવી રહી છે. કન્ટેનરની તપાસ કરવાંમાં આવી હતી જેમાં  19. ઓકટોબરના રોજ કન્ટેનરની તપાસમાં માન્ચેસ્ટર બ્રાન્ડ સિગારેટના 772 કાર્ટુન લગભગ 77,20,000 સિગારેટ  મળી આવી હતી. મેક આઈસ બ્રાન્ડ સિગારેટના 328 કાર્ટુન જેમાં લગભગ 32,80,000 સિગારેટ હતી અને માન્ચેસ્ટર બ્રાન્ડ સિગારેટના રોયલ રેડ વેરિઅન્ટના 50 કાર્ટુન જેમાં લગભગ 5,00,000 સિગારેટ હતી. તમામ સિગારેટનું મૂલ્ય આશરે 33 કરોડ છે. કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ વધુ તપાસ ચાલી રહી છે.

અત્યાર સુધીમાં 135 કરોડની સિગારેટ જપ્ત કરવામાં આવી
આ નાણાકીય વર્ષમાં DRI અમદાવાદ દ્વારા સિગારેટ/ઈ-સિગારેટની આ પાંચમી મોટી જપ્તી છે. અત્યાર સુધીમાં કુલ 135 કરોડ રૂપિયાથી વધુ વિદેશી બ્રાન્ડની સિગારેટ જપ્ત કરવામાં આવી છે. એપ્રિલ 2022માં 17 કરોડ રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2022ના મહિનામાં 68 કરોડની કિંમતની ઇ-સિગારેટની બે જપ્તીઓ કરવામાં આવી હતી. આ મહિનાની શરૂઆતમાં, ખાનગી સીએફએસ એરિયા મુંદ્રામાંથી રૂ. 17 કરોડની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટનું બીજું કન્ટેનર જપ્ત કરવામાં આવ્યું હતું. આ જપ્તી ડીઆરઆઈની કાર્યવાહીનો એક ભાગ છે.

 

    follow whatsapp