‘કેજરીવાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, દિલ્હીવાસીઓ પ્રદૂષણથી બચવા માસ્ક પહેરજો’

દિલ્હી: દિલ્હીમાં હવા પ્રદૂષણથી લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. દિલ્હીના જુદા-જુદા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ‘ગંભીર’ શ્રેણીમાં 400 જેટલો નોંધાઈ રહ્યો છે. જેને લઈને…

gujarattak
follow google news

દિલ્હી: દિલ્હીમાં હવા પ્રદૂષણથી લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. દિલ્હીના જુદા-જુદા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ‘ગંભીર’ શ્રેણીમાં 400 જેટલો નોંધાઈ રહ્યો છે. જેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર શાબ્દિક હુમલો કર્યો છે. સાથે જ ડો. મનસુખ માંડવિયાએ લોકોને માસ્ક પહેરવાની પણ અપીલ કરી છે.

દિલ્હીમાં હવા પ્રદૂષણને લઈને ભાજપે શું કટાક્ષ કર્યો?
સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું, દિલ્હીની જનતાને આગ્રહ છે કે માસ્ક પહેરે અને હવા પ્રદૂષણથી પોતાની રક્ષા કરે, કારણ કે કેજરીવાલ ગુજરાત-હિમાચલમાં મફતની રેવડી સાથે જોડાયેલા વચનો આપવામાં અને દિલ્હીની જનતાના ટેક્સના કરોડો રૂપિયાની જાહેરાતો આપવામાં વ્યસ્ત છે.

દિલ્હીમાં બાળકો-વૃદ્ધોને બહાર ન નીકળવા અપીલ
મનસુખ માંડવિયાએ એઈમ્સના પૂર્વ નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાના એક નિવેદનની રિટ્વીટ કરતા આ વાત કહી હતી. ડો. રણદીપ ગુલેરિયાએ પોતાના ટ્વીટમાં બાળકો, વૃદ્ધો અને જેમના ફેફસા અને હૃદય નબળું હોય તેમની પ્રદૂષણવાળી જગ્યાએ ન જવા માટે સૂચન આપ્યું હતું.

અનેક જગ્યાએ AQI 400ને પાર થયો
નોંધનીય છે કે, હાલમાં દિલ્હી-NCRમાં હવાનું પ્રદૂષણ એક મોટી સમસ્યા બન્યું છે. દિલ્હીમાં ધુમાડાના કારણે શુક્રવારે સતત બીજા દિવસે એર ક્વોલિટી ઈન્ડેક્સ ગંભીર કેટેગરીમાં નોંધાયો હતો. હવા પ્રદૂષણ અનુકૂળ મોસમ રહેવાથી અને પંજાબમાં પરાળી સળગાવવાના કારણે AQI 447 નોંધાયો હતો.

    follow whatsapp