અમદાવાદમાં ઈન્જેક્શન મારી મા-દીકરીની હત્યા કરનાર 10 પાસ મનસુખે એક બાળકની પણ સર્જરી કરી હતી

અમદાવાદ: શહેરના ભૂલાભાઈ ચાર રસ્તા પાસે આવેલી હોસ્પિટલમાં મા-દીકરીના ડબલ મર્ડર કેસમાં આરોપી મનસુખ પોલીસના સકંજામાં આવી ગયો છે. હત્યા કેસમાં પોલીસની પૂછપરછમાં રોજે રોજ…

gujarattak
follow google news

અમદાવાદ: શહેરના ભૂલાભાઈ ચાર રસ્તા પાસે આવેલી હોસ્પિટલમાં મા-દીકરીના ડબલ મર્ડર કેસમાં આરોપી મનસુખ પોલીસના સકંજામાં આવી ગયો છે. હત્યા કેસમાં પોલીસની પૂછપરછમાં રોજે રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સસ્તામાં ઓપરેશન કરી આપવાની લાલચે પહેલા દીકરી અને બાદમાં માતાને એનેસ્થેસિયાના ઓવરડોઝ આપી હત્યા કરી નાખનારા મનસુખે અગાઉ એક બાળકની પણ સર્જરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પૈસા ઓછા હોય તેવા દર્દીને ફસાવી સસ્તામાં ઓપરેશન કરી આપતો
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, દેવામાં સપડાયેલા મનસુખે હોસ્પિટલમાં સારવાર માટે આવનારા દર્દીના સ્વજનો જો ઓપરેશનનો ખર્ચ ચૂકવવામાં સમર્થ ન હોય તો તેમને શિકાર બનાવતો. આવા લોકોને સસ્તામાં ઓપરેશન કરી આપવાની વાત કરીને પોતે જ ઓપરેશન કરતો. આ રીતે તેને જે આવક થતી તેમાંથી થોડું થોડું કરીને દેવું ચૂકતે કરતો હતો. આ પહેલા મનસુખે એક બાળકનું પણ ઓપરેશન કર્યું હોવાની માહિતી હવે મળી રહી છે. જે સફળ રહ્યું હતું.

આ પણ વાંચો: BSF જવાન હત્યા કેસ: ‘અમે 3 દિવસ છોકરાના પરિવારને સમજાવવા ગયા, પાછળથી ગળામાં ધારિયું મારી દીધું’

બાળકના નાકનું જટિલ ઓપરેશન કર્યું હતું
મનસુખ કામ કરતો હતો તે કર્ણ ક્લિનિકમાં એક દિવસે એક બાળકને લઈને માતા-પિતા આવ્યા હતા. બાળકના નાકમાંથી પ્રવાહી બહાર નહોતું આવતું અને આ કારણે કાનમાં તે ભરાતું હતું. આ ખૂબ જ જટિલ ઓપરેશન હતું, જેના માટે અંદાજે 1.50 જેટલો ખર્ચ કહેવામાં આવ્યો હતો, પરંતુ દંપતિ પાસે આટલા પૈસા નહોતા. આથી મનસુખે તેમને વિશ્વાસમાં લઈને 30 હજારમાં ઓપરેશન કરી આપવાની વાત કરી અને ઓપરેશન કરી આપ્યું, જે સદનસીબે સફળ પણ રહ્યું હતું. આ માટે તેણે બાળકના માતા-પિતા પાસેથી પૈસા લીધા.

આ પણ વાંચો: New Year Partyનો ધંધો પોલીસે બગાડ્યોઃ બુટલેગરનો 23 લાખનો દારુ જુનાગઢમાં ઝડપાયો

સારવાર માટે આવેલા મા-દીકરીની કરી હતી હત્યા
નોંધનીય છે કે, શહેરના ભુલાભાઈ પાર્ક પાસે એક ખાનગી હોસ્પિટલમાંથી માતા-દીકરીની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. પહેલા હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં આવેલા કબાટમાંથી યુવતીની લાશ મળી. જે બાદ પોલીસને જાણ કરતા તપાસમાં બેડ નીચેથી પણ મહિલાની લાશ મળી આવી હતી. સારવાર માટે હોસ્પિટલમાં ગયેલા માતા-પુત્રીની લાશ મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પ્રાથમિક તપાસ બાદ હોસ્પિટલના જ કમ્પાઉન્ડર પર શંકાની સોય ઉઠી હતી. જે બાદ તેણે જ મા-દીકરીને કેટામાઈનના ઈન્જેક્શન આપતા મોત નિપજ્યા હતા. કમ્પાઉન્ડર મનસુખની પોલીસે અટકાયત કરી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp