નવસારી ડીસ્ટ્રીકટ બાર એસોસિએશનની ચુંટણીમાં ડબલ એન્જિન, બે ઉમેદવારને મળ્યા સરખા મત

રોનક જાની, નવસારી:  રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે હવે રાજ્યભરમાં બાર એસોસિએશનના પ્રમુખ પદ માટેની ચૂંટણી આજે હતી. આ દરમિયાન નવસારી બાર એસોસિએશનના…

gujarattak
follow google news

રોનક જાની, નવસારી:  રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે હવે રાજ્યભરમાં બાર એસોસિએશનના પ્રમુખ પદ માટેની ચૂંટણી આજે હતી. આ દરમિયાન નવસારી બાર એસોસિએશનના પ્રમુખ પદે ડબલ એન્જિન બેસાડવામાં આવ્યા છે. બંને ઉમેદવારોને 150 150 મતો મળતા ટાય થઈ હતી જેથી સરવાનું મતે 6-6 માસ માટે પ્રમુખોની નિમણૂક કરવામાં આવી.

નવસારી ડીસ્ટ્રીકટ બાર એસોસિએશનની ચુંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં પ્રમુખ પદના 2 ઉમેદવારોને સરખા મત મળતા 6-6 મહિના માટે ઉમેદવારો પ્રમુખ બનશેજ્યારે ઉપપ્રમુખ પદે 2 ઉમેદવારોને વધુ મત મળતા વિજેતા બન્યા છે અને  સેક્રેટરી પદ અને જોઈન્ટ સેક્રેટરી પદ માટેના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા.

ધી નવસારી ડીસ્ટ્રીકટ બાર એસોસિએશનના 2023 ના હોદ્દેદારો માટેની ચુંટણી અંગેનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં પ્રમુખ પદ માટે અનીલ ક્રિશ્ચિયન, પ્રકાશ કંથારિયા અને રાકેશ પરદેશી ઉમેદવાર રહ્યા હતા. જયારે 2 ઉપપ્રમુખ પદ માટે ઉમેદવાર તરીકે રૂપેશ શાહ, અપૂર્વ દેસાઈ, યતિશ બચ્છાવ અને જીજ્ઞેશ જોષીએ ઉમેદવારી નોંધાવી હતી. આ સિવાય સેક્રેટરી પદ માટે કૃણાલ પટેલ અને અમિત કચ્છવે ઉમેદવારી કરી હતી. જે પૈકી અમિત કચ્છવેએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા સેક્રેટરી પદ માટે કૃણાલ પટેલ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ જોઈન્ટ સેક્રેટરીના પદ માટે વિદ્યાવતી મિશ્રાએ ઉમેદવારી કરી હતી. જેમની સામે કોઈ અન્ય ઉમેદવારી પત્ર ન ભરતા તેઓ પણ બિનહરીફ જાહેર થયા હતા.

બંને ઉમેદવારને મળ્યા સરખા મત 
નવસારી ડીસ્ટ્રીકટ બાર એસો. ના પ્રમુખ પદના 3 ઉમેદવારો અને 2 ઉપપ્રમુખ પદ માટે 4 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જે ચૂંટણીની મતગણતરી થતા પ્રમુખ પદના ઉમેદવાર પ્રકાશભાઈ કંથારીયાને 150 મત, રાકેશભાઈ પરદેશીને 150મત અને અનિલ ક્રિશ્ચિયનને 62 મત મળ્યા હતા. જયારે 9 મતો રદ થયા હતા. પ્રમુખ પદના ઉમેદવાર પ્રકાશભાઈ અને રાકેશભાઈને સરખા મતો મળતા બંને ઉમેદવારો 6-6 મહિના માટે પ્રમુખ બનશે.

2 ઉપપ્રમુખ વિજેતા 
2 ઉપપ્રમુખ પદના ઉમેદવારો રૂપેશ શાહને 191 મત, અપૂર્વ દેસાઈને 178 મત, જીજ્ઞેશ જોષીને 169 અને યતીન બચ્છાવને 106 મત મળ્યા હતા. જેથી 2 ઉપપ્રમુખ પદ માટે રૂપેશ શાહ અને અપૂર્વ દેસાઈને વિજેતા જાહેર કરાયા હતા.

    follow whatsapp