અમદાવાદઃ અત્યારે પોલીસ બેડામાં સઘન ચેકિંગ શરૂ થઈ ગયું છે. મીડિયા અહેવાલો પ્રમાણે જે-જે પોલીસ કર્મચારીઓ છેલ્લા 1 વર્ષથી ફરજ પર હાજર નહોતા તેમને અમદાવાદ ગ્રામ્ય PI દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં 14 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાતા ફફડાટ થઈ ગયો છે. નોંધનીય છે કે ખોટી હાજરી અને પ્રોત્સાહક પીઆઈ પણ અત્યારે સસ્પેન્ડ કરી દેવાયા છે. નોંધનીય છે કે તેઓ ફરજ પર હાજર નહોતા અને કામ પણ નહોતા કરતા હોવાની માહિતી સામે આવી હતી.
ADVERTISEMENT
1 વર્ષથી કામ નહોતા કરતા..
ગ્રામ્ય SP વસાવાએ મોટી કાર્યવાહી હાથ ધરી દીધી છે. તેમણે ખોટી હાજરી પુરતા 14 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા છે. એટલું જ નહીં આ કર્મચારીઓ અમદાવાદમાં છેલ્લા 1 વર્ષથી કશુ કામ જ નહોતા કરતા. જ્યારે 12 જેટલા પોલીસ કર્મચારીઓ જિલ્લા બહાર રહેતા હતા.
જામનગરઃ સતત 6 કલાકથી ફ્લાઈટમાં બોમ્બની તપાસ શરૂ, યાત્રિઓના સામાનનું ચેકિંગ યથાવત
ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળતા જ ચકચાર મચી ગઈ હતી. જામનગર એરપોર્ટ પર બોમ્બની શોધખોળ તપાસ ચાલુ જ છે. તેને નિષ્ક્રિય કરવા માટે અત્યારે ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે છેલ્લા 6 કલાકથી સતત એન.એસ.જીનું ઓપરેશન ચાલુ હતું. મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, કારણ કે એમાંથી બોમ્બ હોવાની માહિતી મળી હતી.
શેરીમાં રમતી બાળકી પર કૂતરાએ હૂમલો કર્યો, બચાવવા આવેલી મહિલાને પણ ભર્યું બચકું
અત્યારે રાજ્યમાં રખડતા ઢોરની સાથે કૂતરાઓની મુશ્કેલીઓ પણ વધી રહી છે. ગલીના કૂતરાઓ અવાર નવાર નાના બાળકો કે પછી ઉંમરલાયક કોઈપણ વ્યક્તિ પર હુમલો કરી દેતા હોય છે. આવો જ એક કિસ્સો આજે સુરતની હંસપૂરા સોસાયટીમાં બન્યો છે. એક શેરીના કૂતરાએ નાની બાળકી પર હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ છે. અત્યારે બાળકીના ગાલ પર એવું બચકુ કૂતરાએ ભર્યું છે કે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી ગઈ છે.
ADVERTISEMENT