અમદાવાદ: ગુજરાત માં આજે ફરી એક વખત ભૂપેન્દ્ર પટેલ સરકારનું શાસન સહૃ થઈ ચૂક્યું છે. આજે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા છે. તેમની સાથે 8 કેબિનેટ મંત્રી, 2 રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલા માટે અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. જો જ્ઞાતિના વર્ચસ્વ મુજબ જોવામાં આવે તો OBC સમાજનું વધુ વર્ચસ્વ જોવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની વાત કરવામાં આવે તો મંત્રીમંડળની વાત કરવામાં આવે તો ઓબીસી સમાજનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. જ્યારે પાટીદાર સમાજની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી સહિત 4 પાટીદારને સ્થાન મળ્યું છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેષ પટેલ, રાઘવજી પટેલ અને પ્રફૂલ પાનસેરીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓબીસી સમાજનો દબદબો
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 7 ઓબીસી ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કુંવરજી બાવળીયા, મુળુભાઈ બેરા, પરસોત્તમ સોલંકી, ભીખુસિંહ પરમાર, મુકેશ જીણાભાઈ પટેલ, બચુ ખાવડ અને જગદીશ વિશ્વકર્મા સામેલ છે.આ ઉપરાંત 2 આદિવાસી ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. જેમાં કુબેરભાઈ ડિંડોર અને કુંવરજી હળપતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક બ્રાહ્મણ કનુભાઈ દેસાઈ, એક ક્ષત્રિય બળવંત સિંહ રાજપૂત, એક દલિત ભાનુબેન બાબરીયા અને એક જૈન હર્ષ સંઘવીનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT