ગુજરાત બોર્ડર પર આરીતે ઉજવાઇ દિવાળી, જાણો શું આપ્યું પાકિસ્તાનને

અમદાવાદ: દેશભરમાં દીપાવલી પર્વની ઉજવણી થઈ રહી છે. લોકો એક બીજાને મીઠાઇ અને ભેટ આપી અને ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે…

diwali

diwali

follow google news

અમદાવાદ: દેશભરમાં દીપાવલી પર્વની ઉજવણી થઈ રહી છે. લોકો એક બીજાને મીઠાઇ અને ભેટ આપી અને ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એક વખત દેશના જવાનો વચ્ચે રહી અને દિવાળી પર્વની ઉજવણી કરી છે. આ વચ્ચે ગુજરાતમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી. ભારત અને પાકિસ્તાન વચ્ચે મીઠાઇનું આદાન પ્રદાન કરી  દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી.

આજે  દિવાળીના શુભ અવસર પર, BSF અને પાક રેન્જર્સે ગુજરાતમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર અને રાજસ્થાનમાં બાડમેર બોર્ડર પર મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપલે કરવામાં આવી. ગુજરાતમાં  બાડમેર જિલ્લાના મુનાબાઓ, ગધરા, કેલનોર, સોમરાર અને ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદો પર મીઠાઇની આપ-લે કરી દિપાવલી પર્વની ઉજવણી કરવામાં આવી.

રાષ્ટ્રીય મહત્વના તહેવારો પર આવી મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપ-લે કરવાથી પરસ્પર સૌહાર્દ, ભાઈચારો વધે છે અને બંને સરહદ રક્ષક દળો વચ્ચે સરહદ પર મૈત્રીપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વડાપ્રધાન મોદીએ સેનાના જવાનો સાથે ઉજવી દિવાળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે  સેનાના જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી. વડાપ્રધાન મોદી  પાછલા આઠ વર્ષોથી દિવાળીનું પર્વ ઉજવતા આવ્યા છે. વર્ષ 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ સંભાળ્યું છે, ત્યારથી તેઓ હંમેશા જવાનો સાથે જ દિવાળીનું પર્વ મનાવે છે. આ વખતે પણ નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે દિવાળી ઉજવવાની પોતાની પરંપરાને ચાલુ રાખતા જમ્મુ-કાશ્મીરના કારગિલ-દ્રાસ પહોંચી ગયા છે.

    follow whatsapp