ગાંધીનગર: રાજ્યમાં નવા જંત્રી લાગુ થઈ ચૂક્યા છે. જંત્રીનો દર બમણી કરવામાં આવી છે. ત્યારે નવા દર લાગુ થતાંની સાથે જ સરકાર સામે બિલ્ડર એસોસિએશન દ્વારા આ મામલે ફરી વિચારણા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી અને મુખ્યમંત્રી દ્વારા આ મામલે આશ્વાસન આપ્યું હતું. પરંતુ કોઈ ઠોસ નિર્ણય નથી લેવામાં આવ્યો. નવા જંત્રીના અમલનો વિવાદ વચ્ચે આજે ગાંધીનગરમાં ફરી બેઠક યોજાશે. આજે ફરીવાર સુપરિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ સાથે બિલ્ડર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ મુલાકાત કરશે.
ADVERTISEMENT
રાજ્ય સરકાર સાથે બિલ્ડર્સ એસોસિએશનની બે વખત મુલાકાત થઈ ચૂકી છે અને આ ત્રીજી વખત મુલાકાત થવાની છે. ત્યારે નવી જંત્રીને લઈને વધી રહેલા વિવાદ વચ્ચે શું નિરાકરણ આવે છે તે જોવાનું રહ્યું છે. ત્યારે આજે ગાંધીનગરમાં બિલ્ડર્સ એસોસિએશનના પ્રતિનિધિઓને તેમની માંગ લેખીતમાં સાથે લઈને આવવા બોલાવવામાં આવ્યાં છે. તેમની સાથે સુપરિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ મુલાકાત કરશે. ગાંધીનગરમાં બપોરે 12 વાગ્યે આ બેઠક યોજાશે. જેમાં થયેલી ચર્ચાનો રીપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે.
પ્રવક્તા મંત્રીએ જંત્રી બાબતે કેબિનેટનો નિર્ણય જણાવ્યો
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જંત્રીના દરનું નોટિફિકેશન આવ્યા પહેલા તમામ ડોક્યુમેન્ટ જુના દર પ્રમાણે રહેશે અને ત્યારબાદ સ્ટેમ્પ કરવામાં આવ્યા હશે તે નવા દર પ્રમાણે રહેશે. 4 ફેબ્રુઆરી પહેલા જે લોકો સ્ટેમ્પ પેપર જમા કરાવ્યા હશે તેમને જુના દર પ્રમાણે જંત્રી કરવાનું રહેશે અને 4 તારીખ બાદ સ્ટેમ્પ દસ્તાવેજો મુક્યાં હશે તો નવા જંત્રી પ્રમાણે દર ચૂકવાનો રહેશે.
જંત્રીમાં વર્ષ 2011 બાદ નથી બદલાવ થયો
ગુજરાત સરકારે વર્ષ 2011થી રાજ્યમાં અમલી જંત્રીના દરમાં વધારો કર્યો છે અને નવા દર આજથી 6 ફેબ્રુઆરી, 2023 સોમવારથી લાગુ થઇ જશે. હવે રાજ્યમાં એડહોક ધોરણે નવા જંગી દર લાગુ થશે. જો કે હાલ રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રહેશે અને તે પૂર્ણ થયા બાદ નવા જંત્રી દર અમલમાં આવશે. ગુજરાતમાં હવે ઔદ્યોગિક વિકાસ, શહેરી અને ગ્રામ્ય વિકાસ તેમજ આર્થિક પ્રવૃત્તિઓના લીધે બદલાતા માહોલ પ્રમાણે જંત્રીના દર નક્કી કરવામાં આવશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT