વિરેન જોશી, મહીસાગર ગુજરાતમાં ચાલુ વર્ષે 100 ટકા થી પણ વધુ વરસાદ વરરસ્યો છે. આ દરમિયાન વરસાદને કારણે પાણીની સમસ્યાનું તો નિરાકરણ આવ્યું. પરંતુ હવે વધુ વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહીના પગલે મહીસાગર જીલ્લામાં ભારે વરસાદ વરસતા ખેતરોમાં રહેલ ઉભા પાકમાં ઘૂંટણસમા પાણી ભરાતા ખેડૂતોના તૈયાર થયેલા પાકને ભારે નુકશાન થયું છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે.
ADVERTISEMENT
મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે ગાજ વીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતાં ખેડુતોનો તૈયાર થયેલા પાકમાં પાણી ભરાઈ જવાથી પાક નષ્ટ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે મહીસાગર જીલ્લાનાં લુણાવાડા, ખાનપુર, સંતરામપુર, કડાણા, વીરપુર, સહીત બાલાસિનોરમા ગત સમી સાંજે ભારે પવન અને ગાજ વિજ સાથે ભારે વરસાદ વરસતા ખેડૂતોનાં તૈયાર થયેલા ઉભા પાકમા ઘૂટણસમા પાણી ભરાતા ખેડુતોનો પાક નિષ્ફળ જવાના આરે છે. સિઝમમાં ડાંગર, મગફળી તેમજ મકાઈ જેવાં પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું.
સરકાર પાસે કરી સહાયની માંગ
તૈયાર થયેલા ઊભા પાક માં વરસાદ ના પાણી ભરાઈ જવા થી ખેડૂતો ની મહેનત પાણી પાણી ફરીવળ્યું છે. જેના કારણે ખેડૂત આર્થિક ભીંસમાં આવી જતા સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યો છે. લુણાવાડા તાલુકા વિસ્તારના ગધનપુર ગામે 200 થી ઉપરાંત એકર જમીનમાં ડાંગરના પાક નું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમય પહેલા પાક માં જીવતો પડી જવાથી 50 ટકા થી ઉપરાંત પાક નષ્ટ થઇ ગયો હતો અને બચેલા ઉભા પાક માં ગત રોજ વરસાદ વરસતા ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા થઇ તમામ પાક નિષ્ફળ જવાના આરે આવી ગયો છે. જેથી ખેડૂત મહેનત ખેતી પાછળ કરેલ ખર્ચ માથે પડવાથી ખેડૂત પડ્યા પર પાટુ મારવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેથી ખેડૂતો સરકાર પાસે સહાય ની માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT