ધનેશ પરમાર,બનાસકાંઠ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ હવે સ્થાનિક સ્વરાજ અને વિવિધ બેંકો તેમજ APMC ની ચૂંટણી પર ભાજપની નજર ટકી છે. ત્યારે ડીસા…
ધનેશ પરમાર,બનાસકાંઠ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ હવે સ્થાનિક સ્વરાજ અને વિવિધ બેંકો તેમજ APMC ની ચૂંટણી પર ભાજપની નજર ટકી છે. ત્યારે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ સહકારી માળખામાં રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. જેમાં આજથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે અને મતદાન 17 એપ્રિલના રોજ યોજાશે, જ્યારે 18 એપ્રિલના રોજ માર્કેટ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટયાર્ડની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા જ આજ થી જ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ જશે. પાંચ એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરી શકશે.જે ઉમેદવારી પત્રની ચકાસણી 6 એપ્રિલના રોજ થશે. જ્યારે 10 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. ત્યારબાદ 17 એપ્રિલના રોજ માર્કેટયાર્ડ માટે ની ચૂંટણી માટે મતદાન યોજાશે અને 18 એપ્રિલના રોજ મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે.
1500 કરોડનું ટર્નઓવર
ડીસા APMC માં કુલ 17 ડિરેક્ટર છે. ડીસા ખેતીવાડી ઉત્ત્પન બજાર સમિતિમાં 8 – ખેડૂત, 4-વેપારી,2- વેચાણ મંડળી,2 -સરકારી પ્રતિનિધિ,અને એક નગરપાલિકા પ્રતિનિધિ આમ કુલ 17 ડિરેકટરોની સમિતિ છે. જેમાં 1500 કરોડનું ટર્નઓવર ધરાવતી મોટી બજાર સમિતિ ગણવામાં આવે છે. ડીસામાં અનાજ અને તમ્બાકુ માર્કેટ, શાકમાર્કેટ કાર્યરત છે ત્યારે ઉત્તર ગુજરાતમાં ઊંઝા પછી બીજા નંબરની બજાર સમિતિ ડીસાને ગણવામાં આવે છે.
નવા ચેરમેન મળશે
સહકારી માળખામાં ઉપરોક્ત કાયદાની જોગવાઇ મુજબ ડીસા વર્તમાન માર્કેટયાર્ડ ચેરમેન માં માવજીભાઈ સતત બે ટર્મથી ચેરમેન છે. જેથી હવે ત્રીજી વખત તેઓ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકશે પરંતુ ત્રીજી વખત પુનઃ ચેરમેન બની નહિ બની શકે ,કેમકે કાયદા મુજબ ચેરમેન સતત બે ટર્મથી વધુ ચેરમેન રહી શકે નહિ. જેથી હાલ ની ચૂંટણીમાં નવીન ચેરમેન ડીસા માર્કેટયાર્ડને મળશે.
ધારાસભ્ય માવજીભાઈ ડીસા માર્કેટયાર્ડનું ચેરમેન પદ ગુમાવશે
ડીસા માર્કેટયાર્ડમાં અત્યારે માવજીભાઈ દેસાઈ ચેરમેન છે. અહીથી જ પ્રથમ સહકારી માળખું અને તે બાદ ભાજપ માં રાજકીય પ્રવેશ મેળવી માવજીભાઈ રાજનેતા બન્યા છે. જોકે 2017 વિધાનસભા ઇલેક્શનમાંમાં ભાજપે તેઓને ટિકિટ ફાળવી તોય તેઓ હાર્યા હતા.પરંતુ 2022 માં તેઓને ભાજપે ટિકિટ ન ફાળવતાં,માવજીભાઈએ ધાનેરા સીટ પર ભાજપ સાથે બળવો કરી ધાનેરામાં અપક્ષ ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા છે. ઉત્તર ગુજરાતમાં આવકમાં બીજા નંબરની માર્કેટયાડની ચૂંટણી જાહેર થતા જ રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. અને ડીસા માર્કેટયાર્ડની ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપ પોતાની પેનલ ઉતારશે. અહી આ નવીન ચૂંટણીમાં માવજીભાઈ પોતાનું ડીસા માર્કેટયાર્ડ ચેરમેન પદ ગુમાવશે. ત્યારે ચૂંટણીની જાહેરાત થતા જ સહકારી આગેવાનોએ પણ પોતપોતાની લોબીંગ શરૂ કરી દીધી છે.