અમદાવાદ: ગુજરાત વિધાનસભાનિ ચૂંટણીમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ દરમિયાન ભાજપના નેતાઓની ટિકિટ કપાતા અપક્ષ ઉમેદવારી કરી હતી. ત્યારે પાદરા બેઠક પરથી ભાજપે ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપતા દિનેશ પટેલ નારાજ થયા હતા અને તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે હવે આજે દિનેશ પટેલે બરોડા ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને રાજીનામું આપ્યું છે.
ADVERTISEMENT
વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડોદરા જિલ્લામાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ દરમિયાન ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ અને પાદરા બેઠક પરથી દિનુમામા પણ અપક્ષ મેદાને ઉતાર્યા હતા. ત્યારે હવે દિનેશ પટેલે બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સ્વેચ્છાએ અને રાજીખુશીથી તેમણે આ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.
તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો
છેલ્લા 8 વર્ષમાં મારા પ્રમુખ પદ તરીકે તમામનો સાથ સહકાર મળ્યો તે બદલ તમામ દૂધ ઉત્પાદકો અને નિયામક મંડળના તમામ સભ્યો અને આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો. દિનુમામાને ભાજપે મેદાને ન ઉતારતા તેમણે પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી.
શક્તિ પ્રદર્શન કરીને ફોર્મ ભર્યું
પાદરા બેઠક પર દિનેશ પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. દિનેશ પટેલે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. દિનેશ પટેલે હજારોની ભીડ ભેગી કરી હતી. દિનેશ પટેલ ઘોડે સવાર થઈ નીકળ્યા હતી. શક્તિ પ્રદર્શન રેલીમાં પાલિકા-તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો પણ હાજર રહ્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT