કેનેડાઃ NRI અને NRG (નોન રેસિડન્ટ ગુજરાતી)ને વિઝા માટે તકલીફ પડી રહી હોવાની માહિતી સામે આવી છે. કેનેડામાં રહેતા ભારતીયોને અત્યારે ખાસ કરીને ઈન્ડિયન વિઝામાં ડિલે થઈ રહ્યું હોવાનો મુદ્દો ગરમાયો છે. કેનેડામાં રહેતા હેમંત શાહે આ અંગે વીડિયો શેર કરીને માહિતી આપી છે. એટલું જ નહીં અત્યારે જે એજન્સી કાર્યરત છે એની ધીમી કામગીરી સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે. ચલો તેમના નિવેદન પર નજર કરીએ…
ADVERTISEMENT
કેનેડાથી વીડિયો શેર કરી ભારત સરકારને અપિલ…
હેમંત શાહે કેનેડામાં રહેતા ભારતીયોને ધીમી ગતિએ મળી રહેલા ઈન્ડિયન વિઝા મેળવવાના મુદ્દે વીડિયો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેનેડામાં રહેતા ભારતીયોને વિઝા માટે એજન્સી દ્વારા હેરાનગતીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમનું વલણ પણ યોગ્ય ન હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે બ્રિટનમાં આ પ્રોબ્લેમ હતો ત્યારે ઈલેક્ટ્રોનિક વિઝા શરૂ કરાયા હતા. હવે અહીં કેનેડા માટે પણ આવી સુવિધા કરવાની જરૂર હોવા તેમણે કહ્યું હતું.
આઉટ સોર્સિંગ એજન્સીના કામ સામે સવાલો
કેનેડાની ઈન્ડિયન વિઝાની સ્થિતિ ઘણી કફોડી છે. તેમણે ભારત સરકારને સંબોધી વીડિયોમાં વધુમાં કહ્યું કે આઉટ સોર્સિંગ એજન્સીનું કામ પણ બરાબર નથી. આના કડવા અનુભવો થઈ રહ્યા છે અને વલણ પણ સારુ નથી. આમા આપણું ભારતનું નામ ખરાબ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે એજન્સીની વર્તણૂકથી મોદી સાહેબે જે ભારતનું નામ કમાયું છે તે ખરાબ થાય છે.
With Input: રોનક જાની
ADVERTISEMENT