INDIA vs BANGLADESH, 2nd Test: ઈન્ડિયન ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ઢાકાની ટેસ્ટ મેચ હવે રોમાંચક બની ગઈ છે. બાંગ્લાદેશે આ મેચમાં 145 રનનો ટાર્ગેટ ભારતને આપ્યો છે. જેના જવાબમાં ઈન્ડિયન ટીમનો ધબકડો થઈ ગયો છે. ભારતે ત્રીજા દિવસની ગેમ સુધી 4 વિકેટના નુકસાને 45 રન કર્યા હતા. હવે ચોથા દિવસે ભારતને જીતવા માટે 100 રનની જરૂર છે. અત્યારે અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટ અણનમ છે. જોકે ઘણા નિર્ણયો પર નિષ્ણાંતોએ વિરોધ દર્શાવ્યો છે. તથા એકબીજા પર શાબ્દિક પ્રહારો પણ કર્યા છે.
ADVERTISEMENT
રિષભ પંતે ઉંઘની ગોળીઓ ખાધી હતી?…
પૂર્વ ઈન્ડિયન કેપ્ટન સુનીલ ગાવસ્કર અને અજય જાડેજાએ ટીમ મેનેજમેન્ટ સામે સવાલો ઉઠાવ્યા છે. આની સાથે તેમના નિર્ણયની પણ નિંદા કરી દીધી છે. આની સાથે જ રાહુલ અને કોચ દ્રવિડને પણ જોરદાર ઝાટક્યા છે. એટલું જ નહીં અજય જાડેજાએ તો એમ પણ કહી દીધું કે જો રાઈટ અને લેફ્ટ કોમ્બિનેશન જોઈતું હતું તો રિષભ પંત શું ઉંઘની ગોળીઓ ખાઈને ઉંઘી ગયો હતો કે શું?
ગાવસ્કર અને જાડેજા બ્રોડકાસ્ટર સોની સ્પોર્ટ્સની હિન્દી કોમેન્ટ્રી પેનલમાં છે. મેચમાં ત્રીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ ગાવસ્કરે કહ્યું, આનાથી કોહલીને સારો સંદેશ નથી મળ્યો. તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. જોકે કોહલીએ પોતે આ કરવાનું કહ્યું હોય તો પછી એ અલગ વાત છે. ચેન્જિંગ રૂમમાં શું થયું તેની અમને ખબર નથી. પરંતુ તે સમજવું મુશ્કેલ છે. અક્ષર સારું રમે છે એમાં કોઈ શંકા નથી.
હવે આ લેફ્ટ અને રાઈટના પ્રયોગ કરવાનું બંધ કરો’
આ દરમિયાન અજય જાડેજાએ કહ્યું, ‘તે વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી છે. માત્ર 15 ઓવર બાકી હતી. સબા કરીમે કહ્યું હતું કે આ લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન માટે થયું હોવું જોઈએ. આ વિચાર બરાબર છે, પણ મને લાગે છે કે રિષભ પંતે ત્યારે ઊંઘની ગોળીઓ લીધી હતી કે શું? (આવી રીતે તેમણે રિષભ પંતને મોકલવા ટકોર કરી હતી.)
ગાવસ્કરે કહ્યું, ચાલે તે લેફ્ટ હેન્ડ બેટ્સમેન હોય કે ન હોય, પરંતુ હવે રિષભ પંતને આવવા દેવો જોઈએ. અક્ષર પટેલ ક્રિઝ પર હોય તો પણ પંતને મેદાનમાં આવવા દેવો જોઈએ. હવે લેફ્ટ અને રાઈટ હેન્ડના એક્સપેરિમેન્ટ બંધ કરવા જોઈએ.
ADVERTISEMENT