નાગપુર: મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નવા ભારતના રાષ્ટ્રપિતા બતાવ્યા છે. નાગપુરમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા અમૃતા ફડણવીસે કહ્યું કે, ભારતના બે રાષ્ટ્રપિતા છે. એક પહેલા હતા, એક નવા ભારતના રાષ્ટ્રપિતા છે.
ADVERTISEMENT
‘ભારતના બે રાષ્ટ્રપિતા છે’
અમૃતા ફડણવીસે કહ્યું કે, મારું માનવું છે કે મહાત્મા ગાંધી જૂના ભારતના રાષ્ટ્રપિતા છે. જ્યારે નરેન્દ્ર મોદી નવા ભારતના રાષ્ટ્રપિતા છે. ભારતના બે રાષ્ટ્રપિતા છે. એક પહેલા હતા, એક નવા ભારતના રાષ્ટ્રપિતા છે.
અગાઉ પણ PMને આધુનિક ભારતના રાષ્ટ્રપિતા બતાવ્યા હતા
નોંધનીય છે કે, 3 મહિના પહેલા જ અમૃતા ફડણવીસે પીએમ મોદીના જન્મદિવસ પર કંઈક આ પ્રકારના અંદાજમાં ટ્વીટ કર્યું હતું. તેમણે 17 સપ્ટેમ્બરે લખ્યું હતું કે, આજે તો આધુનિક ભારતના રાષ્ટ્રપિતા મા. નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ પર આપણે તેમના વિઝન, મિશન અને સપનાને અનુરૂપ કામ કરવાનો સંપલ્પ લઈએ. જે તેમણે ન્યૂ ઈન્ડિયા માટે જોયો છે. આવો આપણે બધા મળીને દેશને સ્વચ્છ, હરિયાળો, ભ્રષ્ટાચાર મુક્ત અને આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બનાવીએ.
જોકે બાદમાં તેમણે કહ્યું હતું કે, મારી રાજનીતિમાં આવવાની કોઈ ઈચ્છા નથી. હું રાજનીતિના કામમાં પોતાના 24 કલાક નથી આપી શકતી. મારા પતિ 24 કલાક સમાજ માટે કામ કરે છે, આથી જે 24 કલાક રાજનીતિ અને સમાજને આપી શકે, તે જ રાજનીતિ કરવાને લાયક છે. દેવેન્દ્રજીને મુખ્યમંત્રી હોવું જોઈએ.
ADVERTISEMENT