દેવેન્દ્ર ફડણવીસે AAP ની સરખામણી લગ્નમાં આવેલ નાચવાવાળા સાથે કરી, જાણો શું કહ્યું

અમદાવાદ:  ગુજરાતની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે.  આમ આદમી પાર્ટી રાજ્યમાં સતત જોરશોરથી પ્રચાર કરી રહી છે. AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ પહેલા જ કહી…

gujarattak
follow google news

અમદાવાદ:  ગુજરાતની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે.  આમ આદમી પાર્ટી રાજ્યમાં સતત જોરશોરથી પ્રચાર કરી રહી છે. AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ પહેલા જ કહી ચૂક્યા છે કે રાજ્યમાં 8 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. હવે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે તે વિશ્વાસ પર કટાક્ષ કર્યો છે.  ભાવનગરમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ફડણવીસે આમ આદમી પાર્ટીની સરખામણી લગ્નમાં ડાન્સ કરતા ડાન્સરો સાથે કરી હતી.

ખોટું બોલવા બદલ તેને એવાર્ડ મળવો જોઈએ
ગુજરાતના પ્રવાસે આવેલા  દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે જ્યારે પણ લગ્ન હોય છે ત્યારે ડાન્સર્સ આમંત્રણ વિના ત્યાં પહોંચી જાય છે. અમે તેમને બોલાવતા નથી, પરંતુ તેઓ આવે છે અને પછી જાય છે. એ જ રીતે ગુજરાતમાં પણ ડાન્સર્સ આવ્યા છે.  ઘણી બધી વાતો કહી. તે ગોવા પણ આવ્યા હતા  પણ કંઈ કરી શક્યા નહીં. એક પણ સીટ તેમના ખાતામાં ગઈ નથી. જૂઠું બોલવા બદલ તેને ઓલિમ્પિક એવોર્ડ મળવો જોઈએ.

દેવેન્દ્ર ફડણવીસે રમુજ કરતાં કહ્યું કે, ચાલો હું તમને એક વાર્તા કહું. એક વ્યક્તિ મૃત્યુ પછી ચિત્રગુપ્ત પાસે ગયો. ત્યારે ચિત્રગુપ્ત એ વ્યક્તિના સારા-ખરાબ કાર્યોની ગણતરી કરી રહ્યો હતો. પણ તે આવતાની સાથે જ મોટો અવાજ આવ્યો.ચિત્રગુપ્તે કહ્યું કે જ્યારે પણ તમે જૂઠું બોલો છો ત્યારે એવો અવાજ આવે છે. પણ પછી અચાનક આવો અવાજ સતત આવવા લાગ્યો. ત્યારે ચિત્રગુપ્તે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી, કેજરીવાલ ભાષણ આપી રહ્યા છે.

ભારત જોડો યાત્રા પર સાધ્યું નિશાન
દેવેન્દ્ર ફડણવીસે  તેમની રેલી દરમિયાન ફડણવીસે રાહુલ ગાંધી અને તેમની ભારત જોડો યાત્રા પર પણ કટાક્ષ કર્યા હતા. તેણે કહ્યું કે હું મહારાષ્ટ્રથી આવું છું જ્યાં એક યુવરાજ પ્રવાસ કરી રહ્યો છે. ભારત જોડો યાત્રા બીજું કંઈ નથી પરંતુ મોદી વિરુદ્ધ વિપક્ષને એક કરવાનું કામ છે. જે લોકો મોદી વિરોધી છે તેમને એક કરવા માટે આ યાત્રા કાઢવામાં આવી રહી છે. ભારતને એક કરવા માટે રાહુલ ગાંધીએ સોમનાથથી વિશ્વનાથ જવું જોઈએ. કાશ્મીરમાં હિંદુઓ પર થતા અત્યાચાર સામે બોલવું જોઈએ. આપણા મોદીજી 24 કલાક દેશ વિશે વિચારે છે.

    follow whatsapp