રાજકોટ: રાજકોટમાં મયુરસિંહ રાણાને માર મારવાના કેસમાં દેવાયત ખવડની મુશ્કેલીમાં હજુ વધારો થઈ શકે છે. રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ વિરુદ્ધ કાવતરું રચીને હુમલો કર્યાની કલમ ઉમેરવા કોર્ટમાં રજૂ કરાયો છે. કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ પાસે રેકી કરાઈ હોવાના CCTV ફૂટેજ મળ્યા હતા. જે બાદ હુમલાના કેસમાં વધુ એક કલમ ઉમેરવા માટે પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: મહીસાગરમાં ખેડૂતોને પડ્યા પર પાટુ, અધિકારીઓના પાપે કેનાલ ઓવરફ્લો થતાં ખેતરમાં ભરાયા પાણી
19 ડિસેમ્બરથી જેલમાં છે દેવાયત ખવડ
રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર હુમલો કરવા મામલે લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત 3 આરોપીઓ હાલમાં જેલમાં છે. હુમલા બાદ 10 દિવસ સુધી ફરાર રહેલા દેવાયત ખવડે આખરે પોલીસ સામે સરેન્ડર કર્યું હતું. જે બાદ તેને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. હાલમાં હુમલાખોર ત્રણેય આરોપીઓ જેલમાં છે.
આ પણ વાંચો: … ગયું એક્ટિવા ખાડામાં, મોડાસામાં ખોદકામ બન્યું જોખમી; વિદ્યાર્થીની માંડ-માંડ બચી!
હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયો હતો દેવાયત ખવડ
રાજકોટના સર્વેશ્વર ચોક નજીક લોકસાહિત્યકાર દેવયત ખવડે મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાનો વીડિયો સામે આવતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂક્યો હતો અને મયુરસિંહ રાણાના માતા સહિત ક્ષત્રિય સમાજની મહિલાઓએ પોલીસ કમિશનરને મળીને દેવાયત ખવડની ધરપકડ કરવાની માગણી કરી હતી. જોકે પોલીસ જ્યારે દેવાયત ખવડના ઘરે પહોંચી ત્યારે ત્યાં તાળું મારેલું હતું. ઉપરાંત તેનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. પોલીસથી બચવા હુમલા બાદ દેવાયત ખવડ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. અગાઉ પણ મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ પાર્કિંગની માથાકૂટ મુદ્દે સામ સામે આવી ચૂક્યા હતા. જોકે તે સમયે પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT