રાજકોટ: જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ હાલમાં મયુરસિંહ રાણા પર હુમલાના કેસમાં જેલમાં બંધ છે. દેવાયત ખવડ દ્વારા ત્રણ દિવસ પહેલા સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. જોકે આ અરજીને કોર્ટ દ્વારા પેન્ડીંગ રાખવામાં આવી છે. એવામાં દેવાયત ખવડને જામીન મળવામાં હજુ વાર લાગી શકે છે, ત્યારે હવે તેને જામીન મેળવવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડી શકે છે.
ADVERTISEMENT
હવે શું કરશે દેવાયત ખવડ?
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, મયુરસિંહ રાણા પર હુમલાના આરોપમાં જેલમાં બંધ દેવાયત ખવડે જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેને પેન્ડીંગમાં રાખવામાં આવી છે. એવામાં હવે જો તેને જામીન નહીં મળે તો તે હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે છે અને ત્યાં જામીન અરજી કરી શકે છે.
મયુરસિંહ રાણા પર હુમલા મામલે જેલમાં બંધ
નોંધનીય છે કે, દેવાયત ખવડે પોતાના સાથીઓ સાથે મળીને મયુરસિંહ રાણા પર હુમલો કર્યો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. હુમલાના 10 દિવસ સુધી ફરાર રહેલા દેવાયત ખવડે આખરે પોલીસ સામે સરેન્ડર કર્યું હતું. જે બાદ તેને બે દિવસના રિમાન્ડ પર મોકલાયો હતો. તાજેતરમાં 19મી ડિસેમ્બરે દેવાયત સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા અને વધુ રિમાન્ડની માગણી ન કરતા તમામને જેલ ભેગા કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT