વિરેન જોશી, મહીસાગર: મહીસાગર જિલ્લામાં ગુજરાતનો સૌથી મોટો ત્રીજા નંબરનો કડાણા ડેમ આવેલો છે. છતાં ડેમ મારફતે ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું. અધિકારીઓ અને બિલ્ડરોની મિલિભગતના કારણે કેનાલની સંપાદિત જમીન તેમજ કેનાલ પુરી અનેક રેસિડનસીમાં જવાના પાકા રોડ, પાર્ટી પ્લોટ તેમજ દુકાનો બનાવી દબાણ કરી કેનાલ પુરી દેવામાં આવી છે. જેને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ખેડૂતોએ જો યોગ્ય કાર્યવાહી ન થાય તો ગાંધીનગર ખાતે ઉપવાસ કરી ધારણા કરવાની ચિમકી ઉચ્ચારી છે
ADVERTISEMENT
મહીસાગર જિલ્લામાં ગુજરાતનો સૌથી મોટો ત્રીજા નંબરનો કડાણા ડેમ જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ છે અને આ કડાણા ડેમમાંથી કડાણા ડાબા કાંઠા કેનાલ મારફતે જિલ્લામાં ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ મહીસાગર જિલ્લા લુણાવાડાના સોનેલા પાસેથી પસાર થતી કડાણા ડાબા કાંઠા નહેરની માઈનોર કેનાલ દ્વારા સિંચાઈનું પાણી મળતું હોય તેવા ખેડૂત લાભાર્થીઓનું દુર્ભાગ્ય છે કે સિંચાઈની સુવિધાઓ હોવા છતાં સિંચાઈનું પાણી નથી મળી રહ્યું. જેનું કારણ છે સરકારી અધિકારીઓ અને બિલ્ડરોની મિલિભગતના કારણે કેનાલની સંપાદિત જમીન તેમજ કેનાલ પુરી અનેક રેસિડનસીમાં જવાના પાકા રોડ, પાર્ટી પ્લોટ તેમજ દુકાનો બનાવી દબાણ કરી કેનાલ પુરી દેવામાં આવી છે
ખેડૂતની હાલત કફોડી બની
ખેડૂતો દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં ખેડૂતોને પાણી મળતું નથી અને સિંચાઈ સુવિધાઓ હોવા છતાં ખેડૂતોને રાતા પાણી એ રડવાનો વારો આવી રહ્યો છે. એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી થાય અને ખેડૂત સધ્ધર બને તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ સરકારી અધિકારીઓની મિલી ભગતના કારણે ખેડૂતોની હાલત સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં નહિ મળતા કફોડી થઈ રહી છે. જેથી ખેડૂત ચિંતિત છે. ખેડૂતો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં કેનાલ ખુલ્લી કરવામાં નથી આવી રહી આ બાબતે અધિકારીને પૂછતા તેઓ દ્વારા માત્ર નોટિસો નો દોર ચાલુ કર્યો છે. તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં નથી. આવી એક પછી એક નોટિસો આપી અધિકારી સંતોષ માની રહ્યા છે.
ઉપવાસ કરી ધારણા કરવાની ચિમકી આપી
ખેડૂતો ને હમેશા પડતા પર પાટું જેવા હાલ હોય છે જગતનો તાત ચિંતાતુર બની કયારેક ખાતરની લાઈનમા ઉભો હોયતો અનાજ પકવી અનાજ વેચવાની લાઈનમાં ઉભો હોય. અથવા તો પાણી ઓવરફ્લો થતા અને પાણી ન મળે તો અધિકારીને રજુઆત કરવા જોતરાઈ જાય છે. પણ અંતે તો માત્ર નિરાશા જ સામે આવે છે. ત્યારે આ વખતે જો યોગ્ય કાર્યવાહી ન થાય તો ગાંધીનગર ખાતે ઉપવાસ કરી ધારણા કરવાની ચિમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે.
જાણો શું કહ્યું તંત્રએ
કડાણા ડાબા કાંઠા લુણાવાડા નાયબ કાર્યપાલક આર એફ ગરાસીયાએ ગુજરાત તક સાથે વાત કરતા જણાવ્યું કે ખેડૂતોને પાણી આપવું મુશ્કેલ કામ છે. દબાણકર્તાઓને છ થી સાત વખત દબાણ દૂર કરવા નોટિસ આપવામા આવી છે. અને કેનાલ પર જે પણ વ્યકતિ દ્વારા દબાણ કરેલ છે. તે 110 ટકા દુર કરવામા આવશે તેવી ખાતરી પણ અધિકારી આપી રહ્યા છે.
તંત્ર પર ઉઠયા આ સવાલો
કેનાલ પરના દબાણ દૂર કરવા માટે કોઈ કડક પગલાં લેવાના બદલે ફક્ત નોટિસ પર નોટિસ આપી કાર્યવાહી કર્યાનો સંતોષ માની કેનાલના અધિકારીઓ દબાણકર્તાઓનો છાવરી રહ્યા છે. કેનાલ ખાતાના એક પૂર્વ અધિકારીએતો કેનાલ પૂરો પાર્ટી પ્લોટ બનાવી દીધો છે. ત્યારે કેનાલ પર થયેલ દબાણ ક્યારે દૂર કરી પુરાઈ ગયેલ કેનાલ ક્યારે ખુલ્લી કરી ખેડૂતોનો પાણી આપશે તે જોવું રહ્યું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT