સુરતમાં અડધી રાત્રે ડિમોલીશન, પોલીસના કાફલા વચ્ચે દરગાહ અને મંદિરના દબાણો કરાયા દૂર

સંજય રાઠોડ, સુરત: સુરતમાં ગેરકાયદે દબાણો દૂર કરવા  મનપા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા દરગાહ અને મંદિરનું ડિમોલિશન કરાયું છે.…

gujarattak
follow google news

સંજય રાઠોડ, સુરત: સુરતમાં ગેરકાયદે દબાણો દૂર કરવા  મનપા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા દરગાહ અને મંદિરનું ડિમોલિશન કરાયું છે. રીંગરોડ સહારા દરવાજા પાસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાએ કાર્યવાહી હાથ ધરી હતી. રાત્રે 11.30 વાગ્યે મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિમોલિશન કરાયું હતું. રિંગ રોડ પર આવેલા મંદિર, દરગાહને દૂર કરવામાં આવ્યા. શાંતિપૂર્ણ રીતે ડિમોલીશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી.

દ્વારકા બાદ સુરતમાં ડિમોલિશન
દ્વારકામાં ડિમોલિશનની કામગીરી સતત ચર્ચામાં હતી ત્યારે હવે આચનક રાત્રે સુરતમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ગઇકાલે રાત્રે સુરત મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશન પ્રક્રિયામાં રેલવે સ્ટેશનથી કાપડ માર્કેટના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. અહીં ઓવરબ્રિજ પાસે જ કાળી માતાનું મંદિરનું હતું. બ્રિજ ચડવાના એપ્રોચ પર મંદિર હતું. જ્યારે વર્ષો જુની બીબી અમ્માની અને હાજી યુસુફની દરગાહ નું ડિમોલીશન જે દરગાહ રસ્તાના વચ્ચે હતી. જ્યારે જાહેર રોડ પર નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મનપા કમિશનર શાલિની અગ્રવાલની આગેવાની હેઠળ દબાણો દૂર કરવામાં

VHP તથા બજરંગ દળ આવ્યું હતું મેદાને 
સુરતના રીંગરોડ સહારા દરવાજા વિસ્તારમાં આવેલ વર્ષો જુના બીબી ઉસ્માની અને હાજી યુસુફ દરગાહ સહિત મહાકાળી મંદિરને પણ મોડી રાત્રે સુરત મહાનગરપાલિકા દ્વારા છૂપી રીતે તોડી પાડવામાં આવ્યું હતું, ડીમોલેશન પહેલા રીંગરોડ પર લોકોની અવરજવર વધી હતી. બેરીકેટ મુકીને અટકાવવામાં આવ્યા હતા.જે બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. બંને દરગાહ રિંગ રોડની વચ્ચે હતી જ્યારે મંદિર ફ્લાયઓવર બ્રિજ માટે અડચણરૂપ સાબિત થઈ રહ્યું હતું. VHP તથા બજરંગ દળ મંદિર ન હટાવવાનો વિરોધ કરી રહ્યું હતું, અંતે શરત એવી હતી કે દરગાહ હટાવવામાં આવશે ત્યારે જ મંદિર હટાવવામાં આવશે. જેથી મોડી રાત્રે મંદિર તથા દરગાહ તમામ તોડી પાડવામાં આવી હતી.

 

    follow whatsapp