પોરબંદરઃ પાલિકા દ્વારા અત્યારે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. પોરબંદરમાં 2 સ્થળે કડક કાર્યવાહી કરતા થોડો ઘણો વિવાદ પણ સર્જાયો છે. નોંધનીય છે કે એસ.ટી.રોડ પાસે આવેલા માર્ક-3 કોમ્પ્લેક્ષના દાદરાઓ તોડી પાડવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા પોલીસ રક્ષણ સાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેને બિલ્ડરે તો અયોગ્ય જ ઠેરવી દીધી હતી.
ADVERTISEMENT
માર્ક-3 કોમ્પ્લેક્ષના દાદરા તોડી પડાયા…
પોરબંદરમાં એસટી રોડ પાસે આવેલા માર્ક-3 કોમ્પેક્ષના દાદરાઓ તોડી દેવાયા હતા. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે વાડી પ્લોટમાં વિસ્તારમાં યમુનેશ નામની બિલ્ડિંગના દાદરા તોડી દેવાયા છે. પાલિકાએ આ કાર્યવાહી દરમિયાન જણાવ્યું કે પેશકદમીની ફરિયાદના આધારે અમે આ વલણ રાખ્યું છે.
નોટીસ વગર દાદરા તોડ્યાનો આક્ષેપ
નોંધનીય છે કે આ ડિમોલિશન પાલિકા દ્વારા પોલીસ રક્ષણ સાથે કરાયું હતું. એસટી રોડ પર આવેલા કોમ્પેક્ષના બિલ્ડરે આ કાર્યવાહીને અયોગ્ય ગણાવી દીધી હતી. આની સાથે જ તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે તેમણે નોટીસ વગર જ દાદરા તોડી પાડ્યા છે. આની સાથે જ પૈસાની લેવડ દેવડનો મુદ્દો પણ આક્ષેપબાજીમાં ગરમાયો હતો.
With Input: અજય શીલુ
ADVERTISEMENT