દિલ્હી MCD ચૂંટણીમાં AAPનું ‘ઝાડું’ ફરી વળ્યું! India Todayના એક્ઝિટ પોલમાં કોને કેટલી બેઠકો મળી?

દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગત 4 ડિસેમ્બરના રોજ નગર નિગમની ચૂંટણી (MCD) યોજાઈ હતી. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયો અને સાંજે 5.30 વાગ્યા સુધીમાં…

gujarattak
follow google news

દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગત 4 ડિસેમ્બરના રોજ નગર નિગમની ચૂંટણી (MCD) યોજાઈ હતી. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયો અને સાંજે 5.30 વાગ્યા સુધીમાં 50.47 ટકા મતદાન થયું. આ પહેલા વર્ષ 2017માં દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં 53.55 ટકા વોટિંગ થયું હતું. આ ચૂંટણીમાં 250 વોર્ડમાં કુલ 1349 ઉમેદવારો મેદાનમાં હતા. દિલ્હીની જનતા આ વખતે કોને ચૂંટી રહી છે તે તો EVMમાં કેદ થઈ ગયા છે, પરંતુ તેનું કાઉન્ટિંગ 7 ડિસેમ્બરે થશે અને પરિણામ જાહેર થશે.

દિલ્હીમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળવાનું અનુમાન?
જોકે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે સારી ખબર છે. India Today Axis My Indiaના સર્વે મુજબ આમ આદમી પાર્ટીને 149થી 171 સીટો મળવાનું અનુમાન છે. જ્યારે ભાજપને 69-91 સીટો મળી શકે છે અને કોંગ્રેસને 3-7 સીટો મળવાનું અનુમાન દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત અન્યના ખાતામાં 5-9 સીટ આવી શકે છે. દિલ્હીમાં કુલ 250 સીટો પર મતદાન થયું છે. સર્વેમાં ભાજપને 35 ટકા વોટ, તો કેજરીવાલની AAPને 43 ટકાએ વોટ આપ્યા તો કોંગ્રેસને 10 ટકા વોટ મળવાનું અનુમાન છે.

મહિલા અને પુરુષ મતદારોમાં AAP લોકપ્રિય
એક્ઝિટ પોલ મુજબ AAPને 46 ટકા મહિલાઓએ વોટ આપ્યો છે. જ્યારે 40 ટકા પુરુષોએ આમ આદમી પાર્ટીનો વોટ આપ્યો છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયા મુજબ ભાજપ આ ચૂંટણીમાં પાછળ જઈ રહી છે. એક્ઝિટ પોલ મુજબ ભાજપને માત્ર 34 ટકા મહિલાઓએ વોટ આપ્યો છે અને 36 ટકા પુરુષોએ જ વોટ આપ્યા છે.

ઔપચારિક આંકડા મુજબ, દિલ્હીમાં 1.45 કરોડથી વધારે મતદાતાઓ છે જેમાંથી લગભગ અડધા મતદારોએ આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં 95,458 વોટર એવા પણ છે જેઓ પહેલીવાર વોટ નાખવા માટે યોગ્ય હતા. નોંધનીય છે કે, દિલ્હી નગર નિગમ દેશની સૌથી મોટી નગરપાલિકાઓમાંથી એક છે.

    follow whatsapp