lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો એક્ટિવ મૂડમાં જોવા મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો દ્વારા અનેક રણનીતિઓ ઘડવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે દિલ્હીમાં ગઠબંધન કરવાની સાથે જ સીટોની વહેંચણી પણ કરી લીધી છે. આ પછી ભાજપે પણ દિલ્હીની સીટો માટે આકલન કરવાનું શરૂ કરી દીધું છે. કેટલીક બેઠકો પર નવા ચહેરા જોવા મળે તેવી શક્યતાઓ છએ. સાંસદોના ટ્રેક રેકોર્ડ, એમસીડીમાં મળેલી હાર અને અન્ય કેટલાક પરિબળોના આધારે એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે આ વખતે દિલ્હીની સાત સીટોમાંથી પાંચ અથવા તમામ સીટો પર ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે.
ADVERTISEMENT
ચાંદની ચોક બેઠક પર અક્ષય કુમારના નામની ચર્ચા
દિલ્હીની સાત સીટોમાંથી સૌથી વધુ ચર્ચા ઉત્તર-પૂર્વ, પૂર્વ, ચાંદની ચોક, ઉત્તર-પશ્ચિમ અને નવી દિલ્હીની છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે નોર્થ-ઈસ્ટ દિલ્હી સીટના વર્તમાન સાંસદ અને દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ મનોજ તિવારીને ત્રીજી વખત આ સીટ પરથી ટિકિટ મળવામાં શંકા છે. ચાંદની ચોક બેઠકને લઈને પણ મૂંઝવણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્તમાન સાસંદને એજ ફેક્ટર અને કોરોનાકાળ દરમિયાન નિષ્ક્રિયતાને કારણે તક નહીં મળે. આ સીટમાં જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર અને વિજય ગોયલ છે. પૂર્વ દિલ્હી બેઠક પરથી સાંસદ અને ક્રિકેટ સ્ટાર ગૌતમ ગંભીરને ફરીથી ટિકિટ મળવાની આશા ઓછી છે. આ સીટ પરથી ઘણા લોકો દાવેદારી કરી રહ્યા છે.
બાંસુરી સ્વરાજનું નામ સૌથી આગળ!
આ ઉપરાંત નવા દિલ્હી બેઠક ઉપર પણ પાર્ટી કોઈ નવા ચહેરાને સ્થાન આપી શકે છે. નવી દિલ્હી બેઠક માટે જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી આ વખતે આ બેઠક પર બાંસુરીને મેદાનમાં ઉતારી શકે છે. જોકે, આ બધા નામની તો હાલ ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે ત્યારે જ સાચી ખબર પડશે કે પાર્ટીએ કોના પર વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણી લડવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
કંગના રનૌતે પણ ચૂંટણી લડાવાની દર્શાવી છે ઈચ્છા
અક્ષય કુમારની સાથેજ અભિનેત્રી કંગના રનૌતના નામની પણ ચર્ચા ચાલી રહી છે. ઘણા સમયથી એવા સમાચારો સામે આવી રહ્યા હતા કે બોલિવૂડ અભિનેત્રી રાજનીતિના ક્ષેત્રમાં આવવા માંગે છે અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા માંગે છે. હાલમાં જ એક મીડિયા હાઉસ ઈવેન્ટમાં કંગના રનૌતે લોકસભાની ચૂંટણી લડવાની ચર્ચાઓ પર પોતાની વાત રાખી હતી. કંગના રનૌતે રહ્યું હતું કે, આ વાતને લઈને ચર્ચા થઈ રહી છે કે હું લોકસભાની ચૂંટણી લડવા જઈ રહી છું. સાચું કહું તો જો મારે લોકસભાની ચૂંટણી લડવી છે તો આ જ યોગ્ય સમયે છે. થોડા મહિના અગાઉ અભિનેત્રી કંગના રનૌતના પિતા અમરદીપે કહ્યું હતું કે, જો ભાજપ તેમની દીકરીને ટિકિટ આપશે તે તે ચૂંટણી લડવા માટે તૈયાર છે. હવે એવી અટકળો ચાલી રહી છે કે ભાજપ કંગના રનૌતને હિમાચલ, મહારાષ્ટ્ર અથવા ઉત્તર પ્રદેશથી લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. જો પાર્ટી તેમને હિમાચલથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કરે છે, તો મંડી સંસદીય ક્ષેત્ર તેમની કર્મભૂમિ હોઈ શકે છે.
ADVERTISEMENT