એક વીડિયોને રીટ્વીટ કરીને બરાબરના ફસાયા Arvind Kejriwal, સુપ્રીમ કોર્ટમાં કહ્યું- મારી ભૂલ થઈ ગઈ

Arvind Kejriwal in Supreme Court : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એટલે કે સોમવારે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી. આ કેસ યુટ્યુબર ધ્રુવ રાઠીના એક કથિત અપમાનજનક વીડિયો સાથે સંબંધિત છે

CM Arvind Kejriwal

Dhruv Rathee ના કારણે બરાબરના ફસાયા અરવિંદ કેજરીવાલ

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સુપ્રીમ કોર્ટમાં AAPના અરવિંદ કેજરીવાલે માંગી માફી

point

યુટ્યુબર ધ્રુવ રાઠીના વીડિયા સાથે છે કનેક્શન

point

કેજરીવાલે ધ્રુવ રાઠીના એક વીડિયોને કર્યો હતો રીપોસ્ટ

Arvind Kejriwal in Supreme Court : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એટલે કે સોમવારે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી. આ કેસ યુટ્યુબર ધ્રુવ રાઠીના એક કથિત અપમાનજનક વીડિયો સાથે સંબંધિત છે, જેને અરવિંદ કેજરીવાલે રીપોસ્ટ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમણે ભૂલથી આ વીડિયોને રીપોસ્ટ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ વીડિયો ભારતીય જનતા પાર્ટી (BJP)ના IT સેલને લઈને હતો. 

હાઈકાર્ટના નિર્ણય સામે કેજરીવાલ પહોંચ્યા SC

આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને અપરાધિક માનહાનિના કેસમાં (criminal defamation case)માં આરોપી તરીકે જાહેર કરવામાં આવેલા સમન્સને માન્ય ગણાવ્યું હતું. જે બાદ અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે અરજદારને સવાલ પૂછ્યો હતો કે શું તેઓ મુખ્યમંત્રીની માફીને ધ્યાનમાં રાખીને મામલાને રફા-દફા કરવા માંગે છે.  

વધુ વાંચો....અરવિંદ કેજરીવાલ દિલ્હીના CM પદેથી રાજીનામું આપશે? AAP સંયોજકે આપ્યું મોટું નિવેદન

સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને આપ્યો આ આદેશ 

ખંડપીઠે ટ્રાયલ કોર્ટને એમ પણ કહ્યું કે તે 11 માર્ચ સુધી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ માનહાનીના કેસમાં સુનાવણી ન કરે. અરવિંદ કેજરીવાલ તરફ સુપ્રીમ કોર્ટમાં  હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સંઘવીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે વીડિયોને રીપોસ્ટ કરીને ભૂલ કરી હતી. તમને જણાવી દઈએ કે, 5 ફેબ્રુઆરીના પોતાના આદેશમાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે કથિત અપમાનજનક કન્ટેન્ટને રીપોસ્ટ કરવા પર માનહાનીનો કાયદો લાગુ થાય છે. 

વધુ વાંચો....Surat: 20 વર્ષના પ્રેમ સંબંધનો કરુણ અંજામ, 68 વર્ષના પ્રેમીએ પ્રેમિકાની ઘાતકી હત્યા કરી નાખી

શું છે ફરિયાદીનો દાવો

કેજરીવાલે હાઈકોર્ટમાં કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટ એ હકીકતને સ્વીકારી રહી નથી કે આ ટ્વીટ ફરિયાદી વિકાસ સાંકૃત્યનને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવ્યું નથી. ટ્રાયલ કોર્ટ સમન્સ જાહેર કરવા પાછળનું કારણ પણ સ્પષ્ટ કરી શકી નથી. જણાવી દઈએ કે, વિકાસ સાંકૃત્યનએ દાવો કર્યો છે કે ભાજપ આઈટી સેલ પાર્ટ 2 નામનો વીડિયો ધ્રુવ રાઠીએ સર્ક્યુલેટ કર્યો હતો, જેમાં ઘણા ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, કેજરીવાલે આ વીડિયો વર્ષ 2018માં રીપોસ્ટ કર્યો હતો. 

    follow whatsapp