IPLમાં ખેલાડીઓ પર ચોરોની નજર, DCના ખેલાડીઓના બેટ, શૂઝ સહિત લાખોનો સામાન ચોરી થયો

નવી દિલ્હી: બેંગલુરુથી IPL મેચ રમીને રાજધાની પહોંચેલી દિલ્હી કેપિટલ્સની ટીમની કિટમાંથી સામાન ચોરી થયાનો મામલો સામે આવ્યો છે. હોટલ પહોંચવા પર જ્યારે આ ખેલાડીઓએ…

gujarattak
follow google news

નવી દિલ્હી: બેંગલુરુથી IPL મેચ રમીને રાજધાની પહોંચેલી દિલ્હી કેપિટલ્સની ટીમની કિટમાંથી સામાન ચોરી થયાનો મામલો સામે આવ્યો છે. હોટલ પહોંચવા પર જ્યારે આ ખેલાડીઓએ જ્યારે પોતાની કિટ ખોલી તો તેમાં બેટ, પેડ, જૂતા વગેરે ચોરી થયા હતા. સૂત્રો મુજબ, એક ડઝનથી પણ વધારે બેટ કિટમાંથી ચોરી થઈ ગયા છે. જેને લઈને હાલમાં કોઈ FIR નોંધવામાં આવી નથી.

હોટલમાં કીટ ચેક કરતા સામાન ગાયબ હતો
જાણકારી અનુસાર બેંગલુરુ સામે મેચ રમીને દિલ્હી કેપિટલ્સના ખેલાડી જ્યારે ગત રવિવારે દિલ્હી પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ થોડા સમય પછી તેમની કીટ હોટલમાં પહોંચી. જ્યારે તેમણે કિટ ખોલી તો જોયું કે તેમાં સામાન ગાયબ છે. કોઈ ખેલાડીઓના બેટ ગાયબ હતા તો કોઈના પેડ. કોઈના હાથના ગ્લવ્સ નહોતા તો કોઈના જૂતા ગાયબ હતા. ખેલાડીઓએ બાદમાં તે કંપનીનો સંપર્ક કર્યો જે સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે.

સામાન પહોંચાડનારી કંપનીને કરી ફરિયાદ
સૂત્રો મુજબ, ચોરીની જાણકારી થવા પર કંપનીએ દિલ્હીના IGI એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં જઈને તેની ફરિયાદ કરી છે. જ્યાં પોલીસે લેખિતમાં ફરિયાદ આપવા કહ્યું છે. આ બાદ ફરિયાદ આપીને તે આવી ગયા. સૂત્રો મુજબ આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ પોલીસ પોતાના સ્તર પર ખેલાડીઓનો સામાન ચોરી થવાની આ ઘટનાને લઈને જાણકારી મેળવી રહી છે.

1 બેટની કિંમત 1 લાખ હતી
સૂત્રો મુજબ જે ખેલાડીઓનો સામાન ચોરી થયો છે, જેમાં બેટ ચોરી થયા છે. જેમાં ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ફિલ સોલ્ટ અને યશ ધુલ સામેલ છે. પ્રત્યેક બેટની કિંમત રૂ.1 લાખ બતાવાઈ રહી છે. આવા 16 જેટલા બેટ ચોરી થયા છે. આ ખેલાડીઓ દ્વારા મેચ માટે હવે નવા બેટ મંગાવવામાં આવ્યા છે.

    follow whatsapp