RCB vs DC: બેટ્સમેનોના ધબકડા બાદ દિલ્હી કેપિટલ્સની સતત પાંચમી હાર, RCBની જીતનો હીરો બન્યો કોહલી

RCB vs DC IPL 2023: દિલ્હી કેપિટલ્સને IPL 2023 માં સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે. તેને સિઝનની 20મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 23…

gujarattak
follow google news
RCB vs DC IPL 2023: દિલ્હી કેપિટલ્સને IPL 2023 માં સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે. તેને સિઝનની 20મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 23 રને પરાજય આપ્યો હતો. 174 રનનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ બેટ્સમેનોની શરમજનક રમતના કારણે નવ વિકેટે 151 રન જ બનાવી શકી હતી. તેની તરફથી માત્ર મનીષ પાંડે જ લડાઈ બતાવી શક્યો જેણે 50 રનની ઈનિંગ રમી. બેંગ્લોર તરફથી વિજયકુમાર વૈશકે ત્રણ વિકેટ ઝડપી હતી. તે પહેલીવાર IPL રમી રહ્યો હતો.
અગાઉ, આરસીબીએ વિરાટ કોહલી (50) અને બાકીના બેટ્સમેનોની ઉપયોગી ઇનિંગ્સની મદદથી છ વિકેટે 174 રન બનાવ્યા હતા. જો કે ટીમ એક સમયે 200ની ઉપર પહોંચાડવા માંગતી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં સતત વિકેટો પડવાને કારણે ટીમ આમ કરવામાં નિષ્ફળ રહી.
દિલ્હી કેપિટલ્સના પૃથ્વી શો અને મિચેલ માર્શ 0 રને આઉટ થયા હતા. જ્યારે કેપ્ટન ડેવિડ વોર્નર 13 બોલમાં 19 રન બનાવીને આઉટ થઈ ગયો. જોકે મેડલ ઓર્ડર અને લોઅર ઓર્ડરના બેટ્સમેનોએ મેચમાં ફાઈટ આપવાનો પ્રયાસ કર્ય હતો, પરંતુ 20 ઓવરના અંતે 151 રન જ દિલ્હીની ટીમ કરી શકી. RCB માટે વિજયકુમાર વ્યશાક સૌથી સફળ બોલર રહ્યો જેણે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી.
    follow whatsapp