નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીની તારીખ જાહેર થવાની તૈયારીમાં છે. ત્યારે દેશના રાજકારણમાં ક્યારે પણ ન બન્યું હોય તેમ આમ આદમી પાર્ટીએ એક નવો ચીલો ચીતર્યો છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણીના મહિનાઓ પહેલા પોતાના ઉમેદવારો નક્કી કરી લીધા અને ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ એક બાદ એક એમ છ ઉમેદવારોની યાદી જાહેર કરી અને ચૂંટણી જાહેર થઈ તે પહેલા 73 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યા છે. વહેલા ઉમેદવાર જાહેર કરવા પાછળ છે ઉંડુ ગણિત છે.
ADVERTISEMENT
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું એક હથ્થુ શાસન છે. ગુજરાતમાં એક તરફ ભાજપ અને બીજી બાજુ કૉંગ્રેસ. ગુજરાતના રાજકારણની વાત કરીએ તો છેલ્લા ઘણા દાયકાથી ગુજરાતના લોકોની સામે આ બન્ને પક્ષો જ એકબીજાના હરીફ તરીકે જોવા મળ્યા છે. પરંતુ રાજ્યની હાલની પરિસ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે 2022ની ચૂંટણી અગાઉની ચૂંટણીઓ કરતાં જુદી રહેવાની છે. વહેલા ઉમેદવારો જાહેર કરીને આમ આદમી પાર્ટીએ એ સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે તે પૂરી તાકત સાથે ગુજરાતના રાજકારણમાં છાપ છોડવા ઇચ્છે છે. દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાત પર આમ આદમી પાર્ટી પોતાની પૂરે પૂરી તાકાત લગાવી દીધી છે.
આમ આદમી પાર્ટીએ જે રીતે રાજ્યમાં પોતાનો પગપસારો કર્યો છે. આમ આદમી પાટીનો પ્રયાસ છે કે આ વખતે કોઈ પણ પક્ષ તેને હળવાશમાં ન લે તેવા પ્રયાસો છે. આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા વિપક્ષની ભૂમિકામાં જોવા મળી રહી છે. ચૂંટણી પહેલા ઉમેદવારોને જનતા ઓળખી શકે તથા ઉમેદવારોને પૂરતો સમય મળે તે મુખ્ય કારણ છે. આ ઉપરાંત ચૂંટણી સમય દરમિયાન રાજકીય સમીકરણો સતત બદલાતા રહે છે ત્યારે વહેલા જાહેર થયેલા ઉમેદવાર થી પૂરતો સમય મળશે અને સરકાર અને વિપક્ષ સામે આમ આદમી પાર્ટી પૂરતી લડત આપી શકશે.
આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ઉમેદવાર જાહેર કરવા અંગે કહ્યું હતું કે, તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકે. તમામ એક એક નાગરિક સુધી પહોંચી શકે તેના માટે આ વહેલા લિસ્ટ જાહેર કરાયું છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે.
છઠ્ઠી યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા
- રાપર – અંબાભાઈ પટેલ
- વડગામ- દલપત ભાટીયા
- મેહસાણા- ભગત પટેલ
- વિજાપુર- ચિરાગભાઈ પટેલ
- ભિલોડા- રુપસિંહ ભગોડા
- બાયડ- ચુન્નીભાઈ પટેલ
- પ્રાંતિજ- અલ્પેશ પટેલ
- ઘાટલોડિયા- વિજય પટેલ
- જૂનાગઢ- ચેતન ગજેરા
- વિસાવદર- ભુપત ભાયાણી
- બોરસદ- મનિશ પટેલ
- આંક્લવ- ગજેન્દ્ર સિંહ
- ઉમરેઠ- અમરિશભાઈ પટેલ
- કપડવંજ- મનુભાઈ પટેલ
- સંતરામપુર- પર્વત વાગોડીયા ફૌજી
- દાહોદ- પ્રો. દિનેશ મુનીયા
- માંજલપુર- વિરલ પંચાલ
- સુરત – ઉત્તર મહેદ્ર નવાડીયા
- ડાંગ- સુનીલ ગામીત
- વલસાડ- રાજુ મર્ચા
પાંચમી યાદીમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા
- ભુજ- રાજેશ પંડોરિયા
- ઇડર- જયંતીભાઈ પ્રણામી
- નિકોલ- અશોક ગજેરા
- સાબરમતી- જસવંત ઠાકોર
- ટંકારા- સંજય ભટાસના
- કોડીનાર- વાલજીભાઈ મકવાણા
- મહુધા- રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા
- બાલાસિનોર- ઉદેસિંહ ચૌહાણ
- મોરવા હડફ- બનાભાઈ ડામોર
- ઝાલોદ- અનિલ ગરાસિયા
- ડેડીયાપાડા- ચૈતર વસાવા
- વ્યારા- બિપીન ચૌધરી
ચોથી યાદીમાં 12 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.
- હિંમતનગર- નીરમલસિંહ પરમાર
- ગાંધીનગર સાઉથ- દોલત પટેલ
- સાણંદ- કુલદીપ વાઘેલા-
- વટવા- બિપીન પટેલ-
- ઠાસરા- નટવરસિંહ રાઠોડ
- અમરાઈવાડી- ભરતભાઈ પટેલ
- કેશોદ- રામજીભાઈ ચુડાસમા
- શેહરા- તકતસિંગ સોલંકી
- કાલોલ (પંચમહાલ)- દિનેશ બારીયા
- ગરબાડા- શૈલેષ કનુભાઈ ભાભોર
- લિંબાયત- પંકજ તયડે
- ગણદેવી- પંકજ પટેલ
ત્રીજી યાદીમાં 10 ઉમેદવારોના નામ કરવામાં આવ્યા હતા જાહેર
- નિઝર- અરવિંદ ગામિત
- માંડવી- કૈલાશ ગઢવી
- દાણીલીમડા- દિનેશ કાપડિયા
- ડીસા- ડૉ.રમેશ પટેલ
- વેજલપુર- કલ્પેશ પટેલ
- સાવલી- વિજય ચાવડા
- ખેડબ્રહ્મા- બિપીન ગામેતી
- નાંદોદ- પ્રફુલ વસાવા
- પોરબંદર- જીવન જુંગી
- પાટણ- લાલેશ ઠક્કર
બીજી યાદીમાં 09 ઉમેદવારોના નામ કરવામાં આવ્યા હતા જાહેર
- ચોટીલા- રાજુ કરપડા
- માંગરોળ- પિયુષ પરમાર
- ગોંડલ- નિમિષાબેન ખૂંટ
- ચોર્યાસી બેઠક- પ્રકાશ કોન્ટ્રાક્ટર
- વાંકાનેર- વિક્રમ સોરાણી
- દેવગઢ બારીયા- ભરત વાકલા
- અમદાવાદની અસારવા બેઠક- જે.જે.મેવાડા
- ધોરાજી- વિપુલ સખીયા
- જામનગર ઉત્તર બેઠક- કરશન કરમુર
પ્રથમ યાદીમાં AAPએ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા
ADVERTISEMENT