દંગલ ગર્લ Suhani Bhatnagar નું નિધન, 19 વર્ષની નાની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

આમિર ખાનની ફિલ્મ 'દંગલ'માં જોવા મળેલી બાળ કલાકાર સુહાની ભટનાગરનું નિધન થયું

ખોટી સારવારના કારણે થયું અવસાન!

Suhani Bhatnagar Death

follow google news

Suhani Bhatnagar Death: આમિર ખાનની ફિલ્મ 'દંગલ'માં જોવા મળેલી બાળ કલાકાર સુહાની ભટનાગરનું નિધન થયું છે. માત્ર 19 વર્ષની ઉંમરે સુહાનીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. સુહાનીનું આજ રોજ દિલ્હીમાં નિધન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ખોટી સારવારના કારણે તેનું મોત થયું છે. સુહાનીએ ફિલ્મ 'દંગલ'માં આમિર ખાનની નાની દીકરી બબીતાની ભૂમિકા ભજવી હતી. 

ખોટી સારવારના કારણે થયું અવસાન!

મળતી માહિતી મુજબ સુહાની ભટનાગરને થોડા સમય પહેલા પગમાં ઈજા થઈ હતી. પગમાં ફ્રેક્ચરની સારવાર લીધી હતી. તેને તેની દવાઓની આડઅસર થવા લાગી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીના શરીરમાં પ્રવાહી બનવાનું શરૂ થઈ ગયું હતું, જેના કારણે તેણીનું મૃત્યુ થયું હતું. સુહાની લાંબા સમયથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતી. 

 'દંગલ' ફિલ્મથી કરીઅરની શરૂઆત કરી હતી

સુહાની ભટનાગર ફિલ્મ 'દંગલ'માં નાની બબીતાના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે આમિર ખાન, સાક્ષી તંવર અને ઝાયરા વસીમ સાથે જોવા મળી હતી. સુહાનીને તેના અભિનયની પ્રશંસા પણ મળી હતી. 'દંગલ' પછી સુહાની ભટનાગર ઘણી ટીવી જાહેરાતોમાં પણ જોવા મળી હતી. થોડા સમય પછી, તેણે અભિનય છોડીને અભ્યાસ પર ધ્યાન આપવાનું નક્કી કર્યું.

    follow whatsapp