Weather Forecast : ડિસેમ્બરમાં એક નહિ બે વાવાઝોડા ટકરાશે, અંબાલાલ પટેલની મોટી આગાહી

Weather Update : આ વર્ષે દેશમાં અનેક વાવાઝોડાઓ ટકરાયા છે. હજુ થોડા દિવસ પહેલા જ દક્ષિણ ભારતમાં મિચૌંગ વાવાઝોડાએ તરખાટ મચાવ્યો હતો. એવામાં ફરી અંબાલાલ…

gujarattak
follow google news

Weather Update : આ વર્ષે દેશમાં અનેક વાવાઝોડાઓ ટકરાયા છે. હજુ થોડા દિવસ પહેલા જ દક્ષિણ ભારતમાં મિચૌંગ વાવાઝોડાએ તરખાટ મચાવ્યો હતો. એવામાં ફરી અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી રહી છે.અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ડિસેમ્બરમાં એક નહિ બે વાવાઝોડા ટકરાયા શકે છે. ડિસેમ્બરના અંતિમ તબક્કામાં અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ સક્રિય બનવાની સંભાવના છે. આ વાવાઝોડું લો પ્રેશરના કારણે સક્રિય બને છે.

11-12 તારીખે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં પડી શકે છે કામોસમી વરસાદ

અંબાલાલની આગાહી અનુસાર આ મહિનાની 11-12 તારીખે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેભની અસર હેઠળ હિમવર્ષાની શક્યતા છે.આ દિવસોમાં દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આકરી ઠંડી અને કામોસમી વરસાદ પડી શકે છે. આ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે અને તેના કારણે 11 થી 13 ડિસેમ્બરમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે.આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે કેટલીક હલચલ જોવા મળી રહી છે.12 ડિસેમ્બરથી હલચલ સક્રિય થઇ વાવાઝોડું ઓમાન ફંટાય શકે છે. 16-17 ડિસેમ્બરે ઉત્તર પર્વતીય પ્રદેશમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ભારે હિમવર્ષા થવાની શક્યતા છે.

ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવશે

અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતાં કહ્યું કે,20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. 25 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયા સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ થઈ શકે છે.ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે ફરીવાર વાવાઝોડું આવાની શક્યતા છે.

    follow whatsapp