અમદાવાદ: ગુજરાત પોલીસમાં તાજેતરમાં પોલીસ ભરતીની પરીક્ષા લેવામાં આવી હતી. જેના કટ ઓફ યાદીની ઉમેદવારો લાંબા સમયથી આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. એવામાં આ ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. PSIની આ પરીક્ષાનું કટ ઓફ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં બિન હથિારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરમાં જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોનું 322 તથા મહિલા ઉમેદવારનું 280.50 માર્ક્સ કટ ઓફ આવ્યું છે.
ADVERTISEMENT
જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઇની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થયા પછી પો.સ.ઇ. સંવર્ગનું આખરી પરીણામ જાહેર કરવા અંગે કાર્યવાહી હાથ ધરાશે. ઉમેદવારોને તેઓ પો.સ.ઇ. સંવર્ગની ભરતીમાં ઉતીર્ણ થવાની શકયતા છે કે કેમ અને તેઓ પોતાની કારર્કિદી માટે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુથી જ અંદાજીત પસંદગી યાદીનું કટઓફ દર્શાવવામાં આવ્યું છે.
1382 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલુ હતી
નોંધનીય છે કે, પોલીસમાં 1382 ખાલી પદો ભરવા માટે ભરતીની જાહેરાત આપવામાં આવી હતી. જેમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર અને આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્ટ ઓફિસરના વિવિધ પદો પર ભરતી કરવામાં આવી હતી.
ADVERTISEMENT