IPL બાદ તરત લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે CSKનો સ્ટાર ખેલાડી, ગર્લફ્રેન્ડ પણ છે ક્રિકેટર!

IPL 2023: ઓપનર ઋતુરાજ ગાયકવાડે IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઘણા રન બનાવ્યા છે. ચેન્નાઈના આ બેટ્સમેને પોતાની શાનદાર બેટિંગથી વિપક્ષી બોલરોની ખૂબ ધોલાઈ…

gujarattak
follow google news

IPL 2023: ઓપનર ઋતુરાજ ગાયકવાડે IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઘણા રન બનાવ્યા છે. ચેન્નાઈના આ બેટ્સમેને પોતાની શાનદાર બેટિંગથી વિપક્ષી બોલરોની ખૂબ ધોલાઈ કરી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ ગાયકવાડ લગ્ન કરવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ ગાયકવાડ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ઉત્કર્ષા સાથે 3 જૂને લગ્ન કરશે. આ કારણે આ હવે WTC ફાઈનલ રમવા ઈંગ્લેન્ડ જશે નહીં, તેના બદલે યશસ્વી જયસ્વાલ સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે ઈંગ્લેન્ડ જવા નીકળી ગયો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સનો ઓપનર ઋતુરાજ ગાયકવાડ 3 જૂને લગ્ન કરવા જઈ રહ્યો છે. હાલમાં તે CSKનો ભાગ છે અને તેની ટીમ માટે મહત્વપૂર્ણ રન બનાવી રહ્યો છે. જોકે, ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ ગાયકવાડ પોતાના લગ્ન માટે ઘરે પરત ફરશે. આ અંગે ગાયકવાડે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી. તમને જણાવી દઈએ કે, 26 વર્ષીય ઋતુરાજ તેની ગર્લફ્રેન્ડ ઉત્કર્ષા સાથે લગ્ન કરવાનો છે, જેને તે લાંબા સમયથી ડેટ કરી રહ્યો છે.

કોણ છે ઋતુરાજની થનારી પત્ની
ચારેબાજુ સમાચાર ફેલાઈ ગયા છે કે ઋતુરાજ ગાયકવાડ લગ્ન કરવાનો છે ત્યારે સ્વાભાવિક રીતે જ દરેકના મનમાં સવાલ ઉઠતો હશે કે ગાયકવાડ કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે? 26 વર્ષીય આ ખેલાડીનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયેલું હતું. પરંતુ, તે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ઉત્કર્ષા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સનું મુજબ ઉત્કર્ષાનું આખું નામ ઉત્કર્ષા અમર પવાર છે અને તેનો 13 ઓક્ટોબર 1998ના રોજ જન્મ થયો છે. તેની ઉત્કર્ષા પણ એક ક્રિકેટર છે અને મહારાષ્ટ્ર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે.

લગ્નના કારણે ઈંગ્લેન્ડ નહીં જાય
IPL 2023ના અંત પછી તરત જ ટીમ ઈન્ડિયાની ત્રીજી અને છેલ્લી બેચ પણ WTC ફાઈનલ માટે ઈંગ્લેન્ડ જશે. પરંતુ, આ પહેલા સમાચાર સામે આવ્યા છે કે ઋતુરાજ ગાયકવાડે બોર્ડને 5 જૂનથી ટીમમાં સામેલ થવા માટે કહ્યું હતું. પરંતુ, રાહુલ દ્રવિડે આમાં રસ દાખવ્યો ન હતો અને તેને બદલવાની માંગ કરી હતી. જે બાદ ઋતુરાજની જગ્યાએ યશસ્વી જયસ્વાલ લંડન જવા રોહિત શર્મા સાથે નીકળ્યો હતો.

    follow whatsapp