નવી દિલ્હી: ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટૂંક સમયમાં પોતાના ઘૂંટણની સારવાર અંગે નિર્ણય લેશે. તે આ માટે મુંબઈમાં સ્પોર્ટ્સ ઓર્થોપેડિક્સ નિષ્ણાતની સલાહ લેશે. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને બુધવારે આ જાણકારી આપી. ધોની આઈપીએલ દરમિયાન ડાબા ઘૂંટણની ઈજાથી પરેશાન જોવા મળ્યો હતો. તે દરેક મેચમાં ખાસ પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરતો હતો.
ADVERTISEMENT
IPL દરમિયાન ધોનીએ નીચા ક્રમમાં બેટિંગ કરી હતી. જ્યારે તેને તેના વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે વધારે દોડી શકતો નથી. “હા, એ વાત સાચી છે કે ધોની તેના ડાબા ઘૂંટણની ઈજા માટે તબીબી સલાહ લેશે અને તે મુજબ નિર્ણય લેશે
શું ધોની આગામી સિઝનમાં નહીં રમે?
શું એવી સંભાવના છે કે ધોની આગામી સિઝનમાં નહીં રમવાનું નક્કી કરે?આ અંગે ચેન્નાઈના સીઈઓએ કહ્યું, “સાચું કહું તો, અમે તે દિશામાં પણ વિચારી રહ્યા નથી કારણ કે અમે તે તબક્કે પહોંચ્યા નથી. તે સંપૂર્ણપણે ધોનીનો નિર્ણય હશે, પરંતુ હું તમને કહી શકું છું કે CSKમાં અમે આ બાબતો પર વિચાર કર્યો નથી. ”
વિશેષ કાર્યક્રમનું આયોજન નહીં
પૂછવામાં આવ્યું કે શું CSK સુપ્રીમો એન શ્રીનિવાસને પાંચમી IPL ટ્રોફી પછી ખેલાડીઓને સંબોધિત કર્યા હતા અને શું ઉજવણીઓ યોજાવાની હતી. આના પર કાશી વિશ્વનાથને કહ્યું, “તે ખૂબ જ ખુશ છે, પરંતુ ત્યાં કોઈ ઉજવણી નહોતી થઈ.” ખેલાડીઓ અમદાવાદથી જ પોતપોતાના મુકામ માટે રવાના થયા હતા. તેમજ જો તમે CSK ને જોયું હોય તો અમે ક્યારેય ઉજવણી નથી કરતા.”
ADVERTISEMENT