ચેન્નઈ: ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2023માં ચોથી જીત હાંસલ કરી છે. 21 એપ્રિલ (શુક્રવાર) ના રોજ એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, CSKએ સનરાઇઝર્સ હૈદરાબાદને 8 બોલ બાકી રહેતા સાત વિકેટે હરાવ્યું. CSKની જીતના હીરો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ઓપનર ડેવોન કોનવે હતા. જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે કોનવેએ અણનમ 77 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
135 રનના ટાર્ગેટનો પીછો કરતા ચેન્નાઈએ શાનદાર શરૂઆત કરી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહેલા ડેવોન કોનવેએ ઋતુરાજ ગાયકવાડ સાથે પ્રથમ વિકેટ માટે 11 ઓવરમાં 87 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીમાં કોનવેનો ફાળો વધુ હતો.
સનરાઝર્સ હૈદરાબાદની ઈનિંગ્સ
સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ શરૂ કરી હતી અને હેરી બ્રુકે અભિષેક શર્મા સાથે મળીને પ્રથમ વિકેટ માટે 26 બોલમાં 35 રનની ભાગીદારી કરી હતી. IPLની આ સિઝનમાં સદી ફટકારનાર બ્રુક પાસેથી સનરાઇઝર્સને મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ તે સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યો નહીં. બ્રુકને આકાશ સિંહે ઋતુરાજ ગાયકવાડના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. બ્રુકના આઉટ થયા બાદ અભિષેક શર્મા અને રાહુલ ત્રિપાઠી વચ્ચે 36 રનની ભાગીદારી નોંધાઈ હતી. રવિન્દ્ર જાડેજાએ અભિષેકને રહાણેના હાથે કેચ કરાવીને આ ભાગીદારીનો અંત લાવ્યો હતો.
રવિન્દ્ર જાડેજા અહીં જ ન અટક્યો, તેણે પોતાની આગલી ઓવરમાં રાહુલ ત્રિપાઠીને પણ આઉટ કરાવ્યો. અભિષેક શર્માએ 26 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 34 રન બનાવ્યા હતા. આ સાથે જ રાહુલ ત્રિપાઠીએ 100ના સ્ટ્રાઈક રેટથી 21 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદને તેના કેપ્ટન એડન માર્કરામ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ તે 12 રનના વ્યક્તિગત સ્કોર પર મહિષ તિક્ષ્ણાનો શિકાર બન્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો સ્કોર જોતા એક વિકેટે 71 રનથી 90/4 થઈ ગયો હતો.
આ પછી જાડેજાએ મયંક અગ્રવાલ (2)ને ધોનીના હાથે સ્ટમ્પ આઉટ કરાવીને સનરાઇઝર્સને પાંચમો ઝટકો આપ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આ આંચકામાંથી બહાર નીકળી શકી ન હતી અને 20 ઓવર સાત વિકેટે 134 રન જ બનાવી શકી હતી. માર્કો જેન્સેન 17 રન બનાવીને અણનમ રહ્યો હતો. CSK તરફથી રવિન્દ્ર જાડેજાએ 22 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. બીજી તરફ મતિષા પથિરાના, આકાશ સિંહ અને મહિષ તિક્ષ્ણાને એક-એક સફળતા મળી છે.
ADVERTISEMENT