Bhavnagar News: ભાવનગર જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાં આજે એક દિવસ માટે ડુંગળીની હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે, સરકાર દ્વારા બે દિવસ પૂર્વે નિકાસબંધી હટાવી લેવાની જાહેરાત તો કરવામાં આવી પરંતુ કોઈ પરિપત્ર જાહેર નહીં કરતા વેપારી અને ખેડૂતો અવઢવમાં મુકાયા છે, ડુંગળી ક્યાં વેચવી?, કઈ એજન્સી ખરીદી કરશે? વગેરે પ્રશ્નોને લઈને ખેડૂતો અસમંજસમાં મુકાયા છે.
ADVERTISEMENT
ખેડૂતોનો અવાજ સાંભળવામાં સરકારને કોઈ રસ નથીઃ વિક્રમસિંહ
આ મામલે વિક્રમસિંહ ગોહિલ નામના ખેડૂતે જણાવ્યું કે, સરકારે મોટા મોટા વચનો આપ્યા છે, પરંતુ ક્યાં ખેડૂત અને ક્યાં સરકાર. સરકારને કંઈ જ ખબર નથી. સરકારે પૂર્ણ બહુમતી મળ્યા બાદ કાનના પડદા બંધ કરી દીધા છે. તેને અત્યારે કોઈનો અવાજ સાંભળવાની ફુરસત જ નથી. આ સરકારે ગંભીરતા પૂર્વક નિર્ણય લેવો જોઈએ.
વધુ વાંચો...Farmers Protest: ત્રણ દિવસમાં 300 કરોડનું નુકશાન, ખેડૂત આંદોલનની અર્થતંત્ર પર માઠી અસર, જુઓ આંકડા
'2 દિવસમાં ખેડૂત તરફી નિર્ણય જાહેર કરવામાં આવે'
ખેડૂત અગ્રણી ભરતસિંહ વાળાએ જણાવ્યું કે, ભાજપના ધારાસભ્યો-સસંદ સભ્યો, માર્કેટિંગ યાર્ડના નેતાઓએ ફોટા પડાવી દેશભરના ખેડૂતોને ગુમરાહ કર્યા છે. સરકાર દ્વારા 24 કલાકમાં જ પરિપત્ર જાહેર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતો દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેઓએ માંગ કરતા જણાવ્યું કે, સરકાર દ્વારા 2 દિવસમાં જ ખેડૂત તરફી નિર્ણય જાહેર કરવામાં આવે, નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
વધુ વાંચો...સરકાર ખેડૂતોની માંગ પ્રત્યે ગંભીર નથી, 21 ફેબ્રુઆરીએ ચલો દિલ્હી હાંકલ
શું છે સમગ્ર મામલો?
બે દિવસ પૂર્વે જ નિકાસબંધી હટાવી લેવાની સરકારે જાહેરાત કરી દીધી હતી, જેના બીજા દિવસે જ ડુંગળીના ભાવમાં પ્રતિમણ 100થી 200 રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, પરંતુ ખેડૂતોની એ ખુશી જાજો સમય ટકી નહીં કારણ કે સરકારે નિકાસબંધી હટાવવાની જાહેરાત તો કરી પરંતુ કોઈ પરિપત્ર બહાર નહીં પાડતા વેપારીઓ ડુંગળી વેચવા મુદ્દે અને ખેડૂતો સારા પોષણક્ષમ ભાવ મળવા મુદ્દે અસમંજસમાં મુકાયા હતા. ત્યારે ભાવનગર સહિત જિલ્લાના તમામ માર્કેટયાર્ડ દ્વારા એક દિવસ માટે ડુંગળીની હરરાજી બંધ રાખી સરકાર ઝડપથી પરિપત્ર જાહેર કરે એવી માંગ ઉચ્ચારી હતી.
(રિપોર્ટઃ નીતિન ગોહેલ, ભાવનગર)
ADVERTISEMENT