દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) પાસેથી એશિયા કપની યજમાની છીનવાઈ શકે છે. આ જ કારણ છે કે પીસીબીના અધ્યક્ષ નજમ સેઠી આગામી દિવસોમાં BCCIના સચિવ જય શાહને મળવા માટે યોજના બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાસ્તવમાં નજમ સેઠીએ આ વર્ષે યોજાનારા એશિયા કપની યજમાનીની વાત કરવી હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે (12 જાન્યુઆરી) દુબઈમાં ઈન્ટરનેશનલ લીગ T20નું ઉદ્ઘાટન થવાનું છે. નજમ સેઠીએ પણ આ પ્રસંગે પહોંચવાની અને BCCI સેક્રેટરી જય શાહ સાથે એશિયા કપના હોસ્ટિંગ અધિકારો વિશે વાત કરવાનો પ્લાન બનાવ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો…શું હવે ચા પણ મોંઘી થઈ જશે? પેપર કપ પર પ્રતિબંધના નિર્ણયની અસરો જાણો…
જય શાહ જશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી
પીસીબીના એક સૂત્રએ કહ્યું, “નજમ સેઠી એસીસી (એશિયન ક્રિકેટ કાઉન્સિલ)ના સભ્યો સાથેના સંબંધો પર કામ કરવા ઈચ્છે છે. જેથી પાકિસ્તાનમાં સપ્ટેમ્બરમાં એશિયા કપની યજમાની સુનિશ્ચિત કરી શકાય એ માટે પગલા ભરાઈ શકે છે.” નઝમ પણ જઈ રહ્યા છે કારણ કે તેમને કહેવામાં આવ્યું છે કે BCCI સેક્રેટરી જય શાહ પણ અહીં પહોંચી રહ્યા છે.
જોકે, BCCI દ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી કે શું જય શાહ કે અન્ય કોઈ અધિકારી ઈન્ટરનેશનલ લીગ T20ના ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે કે નહીં. આ સિવાય શાહ પીસીબી અધ્યક્ષ સાથે અનૌપચારિક વાત કરવા ઈચ્છશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.
આ પણ વાંચો… વ્યાજખોરોને ડામવા માટે પોલીસે લોકદરબાર યોજ્યો, તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ
એશિયા કપ પાકિસ્તાનની બહાર થઈ શકે છે
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રમુખ જય શાહે ગયા વર્ષે જ કહ્યું હતું કે એશિયા કપ પાકિસ્તાનની બહાર રમાશે. જેના પર PCBના તત્કાલિન અધ્યક્ષ રમીઝ રાજાએ ભારતમાં યોજાનારા ODI વર્લ્ડ કપમાંથી બહાર રહેવાની ધમકી આપી હતી.
શાહે તાજેતરમાં ACCનો બે વર્ષનો કાર્યક્રમ બહાર પાડ્યો ત્યારે સેઠીએ તેમની ઝાટકણી કાઢી અને કહ્યું કે PCBની સલાહ લેવામાં આવી નથી. તેના જવાબમાં ACCએ કહ્યું હતું કે PCBએ તેનો કોઈ જવાબ આપ્યો નથી. અમીરાત ક્રિકેટ બોર્ડે તમામ દેશોના ક્રિકેટ બોર્ડના વડાઓને આમંત્રણ આપ્યું છે.
આ પણ વાંચો…શું હવે ચા પણ મોંઘી થઈ જશે? પેપર કપ પર પ્રતિબંધના નિર્ણયની અસરો જાણો…
ADVERTISEMENT