ક્રિકેટર શાર્દુલ ઠાકુરના 27મી ફેબ્રુઆરીએ લગ્ન, હલ્દી સેરેમનીમાં મન મૂકને નાચ્યો, જુઓ VIDEO

અમદાવાદ: હાલમાં જ ભારતીય ક્રિકેટર્સ કે.એલ રાહુલ અને અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાયા છે. હવે ટીમ ઈન્ડિયાનો ઝડપી બોલર શાર્દુલ ઠાકુર પણ જલ્દી જ ઘર…

gujarattak
follow google news

અમદાવાદ: હાલમાં જ ભારતીય ક્રિકેટર્સ કે.એલ રાહુલ અને અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાયા છે. હવે ટીમ ઈન્ડિયાનો ઝડપી બોલર શાર્દુલ ઠાકુર પણ જલ્દી જ ઘર સંસાર શરૂ કરવા જઈ રહ્યો છે. શાર્દુલ ઠાકુર પોતાની ફિઆન્સે મિતાલી પારુલકર સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તેની લગ્નની સેરેમની પણ શરૂ થઈ ગઈ છે. અને હલ્દી સેરેમનીનો વીડિયો હાલમાં સામે આવી રહ્યો છે.

શાર્દુલના લગ્નની સેરેમની શરૂ થઈ
શાર્દુલ ઠાકુરના લગ્નની સેરેમની શરૂ થઈ ગઈ છે. ક્રિકેટરની હલ્દી સેરેમનીના કેટલાક વીડિયો સામે આવ્યા છે. તેમાં શાર્દુલ પોતાના પરિવાર સાથે હલ્દી સેરેમનીને એન્જોય કરતા દેખાઈ રહ્યો છે. આટલું જ નહીં શાર્દુલ ઠાકુરે પોતાની હલ્દી સેરેમનીમાં ખૂબ ડાંસ પણ કર્યો છે.

આ પણ વાંચો: શૈલેષ લોઢાનું અસિત મોદી પર નિશાન, ઈશારામાં ‘તારક મહેતા…’ શો છોડવાનું કારણ જણાવ્યું

 

2021માં કરી હતી સગાઈ
બંને 27મી ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે. આમ તો શાર્દુલ અને મિતાલી પહેલા જ લગ્ન કરવા ઈચ્છતા હતા. પરંતુ અંગત કારણોસર તેમણે લગ્નને પાછળ ખસેડ્યા હતા. આ પહેલા બંનેએ 2021માં સગાઈ કરી હતી. ત્યારે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાં એક ભવ્ય સમારોહ થયો હતો. જેમાં નિકટના મિત્રો અને પરિવારજનો સામેલ થયા હતા.

 

કોણ છે શાર્દુલની થનારી પત્ની?
શાર્દુલની થનારી દુલ્હન મિતાલી એક બિઝનેસવુમન છે. તે ‘ધ બેક્સ’ની સંસ્થાપક છે અને સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. મિતાલી મોડલિંગ પણ કરી ચૂકી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 5 હજારથી વધારે ફોલોઅર્સ છે. ફેબ્રુઆરી 2020માં મિતાલી પારુલકરે પોતાની બેકરી કંપની શરૂ કરી હતી, જેનું નામ ‘ઓલ ધ જૈજ- લક્ઝરી બેકર્સ’ છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp