સંજયસિંહ રાઠોડ/સુરત: આજથી ગુજરાતીઓના નવા વર્ષની શરૂઆત થાય છે. સાથે જ વિક્રમ સંવત 2079નો પ્રારંભ થયો છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે આજે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. પાટીલના નિવાસસ્થાને મળેલા આ સ્નેહમિલનમાં તેમણે આગામી ચૂંટણીમાં ભાજપની જીત લઈને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
ADVERTISEMENT
પાટીલે નવા વર્ષની શુભકામના પાઠવી
પાટીલે કહ્યું કે, આજે નવું વર્ષ છે. બે વર્ષ બાદ કોરોના પછી આજે દેશના તમામ લોકોએ દિવાળી ઉત્સાહથી ઉજવી છે. દિવાળી પૂરી થયા બાદ આજે નવું વર્ષ અને ભાઈબીજ એક સાથે છે. હું તમારા માધ્યમથી ગુજરાતના સૌ ભાઈ-બહેનોને દિવાળીની નવા વર્ષની અને ભાઈ બીજની એકસાથે શુભેચ્છા પાઠવું છું.
ચૂંટણી જીતવા વિશે આપ્યું નિવેદન
આ બાદ તેમણે ચૂંટણીને લઈને કહ્યું કે, વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2022માં લગભગ પૂર્ણ થઈ જશે. ગુજરાત ભાજપના કાર્યકર્તા અને આગેવાનો આ ચૂંટણી લડીને જીતવા માટે કટિબદ્ધ છે. લોકો સાથે તેમનો સંપર્ક, કોરોનામાં તેમણે કરેલી સેવાઓ, એમના સુખ-દુખમાં તેમની ઊભા રહેવાની તૈયારીઓના કારણે ગુજરાતના સૌ ભાઈ બહેનોના મનમાં ભાજપના કાર્યકર્તાઓએ વિશિષ્ટ પ્રકારનું સ્થાન બનાવ્યું છે. અને એના કારણે તમામ લોકો ભાજપ સાથે જોડાયેલાછે. મને વિશ્વાસ છે કે કાર્યકર્તાઓની મહેનત, આગેવાનોનું માર્ગદર્શન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે જે લોકોની ભાવના છે, અમિત શાહનું જે પ્લાનિંગ છે એના કારણે ભવ્યાતિભવ્ય વિજય 2022માં હાસેલ કરશે અને એક રેકોર્ડ કરશે તેવો મને વિશ્વાસ છે.
ADVERTISEMENT