સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી શરૂ થઈ છે. જેમાં સોમવારે કારોબારીના બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો જીતવા મંથન કરાયું હતું. આ ઉપરાંત વિધાનસભા ચૂંટણીમાં ઓછી લીડથી જીતાનારા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજીને તમામને બુથ વાઈઝ ડેટા આપવામાં આવ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં 55 જેટલા એવા મતક્ષેત્રો હતા, જેમાં ભાજપ કરતા AAP અને કોંગ્રેસના ઉમેદવારોને વધુ વોટ મળ્યા હતા. લોકભાસ ચૂંટણીમાં આ વાત ભાજપને પોસાય તેમ નથી એવામાં અત્યારથી જ ધારાસભ્યોને પોતપોતાના વિસ્તારમાં જઈને મહેનત કરવા માટે કહેવાયું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: બજરંગદળ હવે નહીં કરે ‘Pathaan’ ફિલ્મનો વિરોધઃ ગુજરાત સરકારની સુરક્ષા ગેરંટી બાદ ગુલાંટ
લોકસભામાં 26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક
આ બેઠકમાં આગામી સમયમાં યોજાનારી 72 નગરપાલિકા, બે જિલ્લા અને 17થી વધુ તાલુકા પંચાયતોની ચૂંટણી અને બાદમાં લોકસભાની ચૂંટણી ડિસેમ્બર 2022માં પુનરાવર્તન ન થાય અને ભાજપના વોટ વધે તેનું ધ્યાન રાખવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. ખાસ વાત છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન 182માંથી 128 જેટલી બેઠકો પર AAPના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી. જોકે 55 જેટલી બેઠકો એવી હતી, જ્યાં AAP કે કોંગ્રેસ અથવા તો ભાજપના ઉમેદવાર ઓછા માર્જિનથી જીત્યા હતા.
આ પણ વાંચો: BJPના MLAએ નેતાજી સુભાષચંદ્ર બોઝને આતંકવાદી સાથે સરખાવતા વરસી પડ્યા ઈસુદાન ગઢવી
કેન્દ્રિય નેતાઓને પણ જવાબદારી સોંપાઈ
ઉપરાંત લોકસભાની 26 બેઠકો જીતવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ સહિતના નેતાઓને ચૂંટણી લક્ષી જવાબદારી સોંપવામાં આવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT