Corona Cases in India : દેશમાં ફરી એક વખત કોરોનાના કેસનો આંકડો ડરાવી રહ્યો છે. આજે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 761 કેસ સામે આવ્યા છે અને દેશમાં 12 લોકોના મોત થયા છે. હાલમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4334 છે. જો દેશમાં સૌથી વધુ મોતના આંકડાની વાત કરવામાં આવે તો કેરળમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે કર્ણાટકમાં 4 સંક્રમિત લોકોના મોત થયા છે.
ADVERTISEMENT
આ રાજ્યની સૌથી વધુ ખરાબ હાલત
રાજ્યમાં સૌથી વધુ ખરાબ હાલત કર્ણાટકની છે. જયા એક દિવસમાં કોરોનાના 298 નવા કેસ સામે આવ્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આજે રાજ્યમાં કોરોના પોઝિટિવનો દર પણ 3.46 ટકાથી વધીને 3.82 ટકા થયો હતો. કર્ણાટકમાં એક દિવસમાં કુલ 298 નવા કેસ નોંધાયા જેમાં એકલા બેંગલુરુમાંથી જ 172 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં આટલા નવા કેસ આવ્યા સામે
જો ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 7 કેસ નોંધાયા છે. નવરંગપુરા, સરખેજ, ભાઈપુરા, હાટકેશ્વર, જોધપુરમાં કેસ નોંધાયા હતા. જેમાંથી 4 લોકો પ્રવાસી હિસ્ટ્રી ધરાવે છે. જેમાં જૂનાગઢ, ગોવા, કેનેડા અને અંદમાન નિકોબારની પ્રવાસી હિસ્ટ્રી સામે આવી છે.
કોરોનાના કેસો વધતાં તંત્ર એલર્ટ
ઉપરાંત કોરોનાને લઈ રાજ્યમાં તૈયારીઓ વિશેની જાણકારી અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ આપી જેમાં તેમણે કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ હોસ્પિટલની સુવિધા કરવામાં આવી છે, 20 હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક કાર્યરત કરાયા, 550થી વધારે ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને વેન્ટિલેટર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ સિવાય તેમણે લોકોને સલાહ આપી છે કે, જો શરદી,ખાંસી,તાવ હોય તો પોતાની જાતે દવા ન લેવી. 1 ડિસેમ્બર થી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા છે. કોરોનાનો પોઝીટીવીટી રેટ 0.86% રહ્યો છે.
ADVERTISEMENT