કોર્ટના આદેશનો અનાદર: સુરતમાં BJPના પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્ત કરવાનું વોરંટ ઈશ્યૂ

સુરત: સુરતના કામરેજના ભાજપના પૂર્વ ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયાની મિલકત જપ્ત કરવા માટે ફરીથી વોરંટ ઈશ્યૂ કર્યું છે. અકસ્માત કેસમાં મોતને ભેટેલા યુવકના પરિવારને રૂ.15 લાખનું…

gujarattak
follow google news

સુરત: સુરતના કામરેજના ભાજપના પૂર્વ ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયાની મિલકત જપ્ત કરવા માટે ફરીથી વોરંટ ઈશ્યૂ કર્યું છે. અકસ્માત કેસમાં મોતને ભેટેલા યુવકના પરિવારને રૂ.15 લાખનું વળતર નહીં ચૂકવતા સુરતની કોર્ટે હવે પૂર્વ ધારાસભ્યની રૂ.24.75 લાખની મિલકત જપ્ત કરવા માટે ફરીથી આદેશ કર્યો છે.

શું હતી ઘટના?
સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ ધારાસભ્ય વીનુ ઝાલાવાડિયાની માલિકીની ટ્રક 2016માં પુણા-સીમાડા રોડ પર રોંગ સાઈડમાં પાર્ક કરેલી હતી. ટ્રકમાં ઈન્ડિકેટર, બ્રેકલાઈટ કે સિગ્નલ બતાવ્યા વિના જ ડ્રાઈવર તેને મૂકીને જતો રહ્યો હતો. દરમિયાન રાત્રે ત્યાંથી પસાર થતો હિરેન લિંબાણી નામનો બાઈક સવાર ટ્રક સાથે અથડાતા તેનું મોત નિપજ્યું હતું. જે બાદ યુવકના પરિવારજનો દ્વારા વી.ડી ઝાલાવાડિયા અને તેમના પુત્ર સામે કોર્ટમાં અકસ્માતે મોત અંગેની ફરિયાદ કરી રૂ.31 લાખનું વળતર માગવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Godhra માં કિન્નર સમાજે દીકરી ઉછેરીને તેના ધામધૂમથી લગ્ન કરાવ્યા

કોર્ટના આદેશ બાદ પણ ન ચૂકવ્યું વળતર
આ કેસમાં કોર્ટે ગત વર્ષે 31મી માર્ચે રૂ.વી.ડી ઝાલાવાડિયા, તેમના પરિવારના સભ્યો અને ટ્રક ડ્રાઈવરને રૂ.15.49 લાખનું વળતર 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા માટે આદેશ કર્યો હતો. જોકે આ વાતને મહિનાઓ વીતી ગયા હોવા છતાં વળતર ચૂકવવામાં આવ્યું નહોતું. જેના કારણે પરિવારે ફરી કોર્ટમાં ધારાસભ્યની મિલકત જપ્તિની અરજી કરતા કોર્ટે તેને મંજૂરી આપી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp