Jaya prada arrest warrant: ફિલ્મ અભિનેત્રીથી નેતા બનેલા જયા પ્રદા ચૂંટણી આચાર સંહિતા ભંગના કેસમાં ફરાર છે. તેઓ આ વખતે પણ કોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર રહ્યા નહોતા. જેથી કોર્ટે સાતમી વખત તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.
ADVERTISEMENT
કોર્ટે આપી કડક સૂચના
કોર્ટે ખાસ ટીમ બનાવીને પૂર્વ સાંસદની ધરપકડ કરવાની કડક સૂચના આપી છે. કોર્ટે અભિનેત્રીને કોઈપણ સંજોગોમાં 27 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં હાજર કરવાનો આદેશ જાહેર કર્યો છે.
કોર્ટે ફરી જાહેર કર્યું બિનજામીનપાત્ર વોરંટ
કોર્ટના આદેશ અનુસાર, જયા પ્રદાએ સોમવારે એટલે કે 12 ફેબ્રુઆરીએ સુનાવણી માટે કોર્ટમાં પહોંચવાનું હતું. જ્યારે તેઓ કોર્ટમાં ન પહોંચ્યા ત્યારે કોર્ટે ફરી એકવાર બંને કેસમાં તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. કોર્ટે તેમની ધરપકડ કરીને આગામી સુનાવણી પર કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
2019માં નોંધાયા હતા કેસ
2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન જયા પ્રદા વિરુદ્ધ આચારસંહિતા ભંગના બે કેસ નોંધાયા હતા. આ કેસ સ્વાર અને કેમરી પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. સ્વારમાં નોંધાયેલા કેસ મુજબ, જયા પ્રદા પર આચારસંહિતા લાગુ થયા બાદ પણ 19 એપ્રિલે નૂરપુર નામના ગામમાં એક રોડનું ઉદ્ઘાટન કર્યું હતું. તો કેમરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આરોપમાં એવું કહેવામાં આવ્યું છે કે તેમણે એક જાહેર સભામાં વાંધાજનક ટિપ્પણી કરી હતી.
લાંબા સમયથી ચાલી રહી છે સુનાવણી
બંને કેસની સુનાવણી લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહી છે અને જયા પ્રદા વિરુદ્ધ પહેલા જ 6 વખત બિનજામીનપાત્ર વોરંટ જાહેર થઈ ચૂક્યા છે, જ્યારે બીજા કેસમાં 5 વખત વોરંટ જારી કરવામાં આવી ચૂક્યા છે. આમ છતાં અભિનેત્રી કોર્ટમાં હાજર થઈ નથી.જયા પ્રદાની ધરપકડ કરવાનો આદેશ પહેલા પણ આપવામાં આવી ચૂક્યો છે.
ADVERTISEMENT