8 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે, 37 કેન્દ્ર પર કાઉન્ટિંગ હાથ ધરાશે; જાણો બધુ…

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે 8 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. અહીં રાજ્યના 37…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે 8 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. અહીં રાજ્યના 37 મતગણતરી કેન્દ્રો પર એકસાથે કાઉન્ટિંગ શરૂ કરી દેવાશે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ કહ્યું કે અમદાવાદમાં 3, સુરતા અને આણંદમાં 2 મતગણતરી કેન્દ્રો પર તથા અન્ય જિલ્લાઓમાં એક-એક કેન્દ્રો પર સમયસર કાઉન્ટિંગ શરૂ કરી દેવામાં આવશે.

પી. ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે રાજ્યના તમામ મતગણતરી મથકો પર જરૂરી તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારપછી સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી અહીં ફરજ બજાવશે. આ દરમિયાન મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 એક્સ્ટ્રા મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.

મતગણતરીનું માળખું…
સવારે 8:00 વાગ્યે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરુ કરાશે.

રેન્ડમાઈઝેશન પ્રક્રિયા પણ થઈ ચૂકી છે…
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું કે અત્યારે દરેક કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક કરી દેવામાં આવી છે. તથા સેકન્ડ રેન્ડમાઈઝેશન પણ આજે પૂરૂ થઈ જશે. આની સાથો સાથ મતગણતરી થાય એની અગાઉ લગભગ સવારે 5 વાગ્યે થર્ડ રેન્ડમાઈઝેશન પ્રક્રિયા કરાશે. આની સાથે મતદાન કેન્દ્રના દરેક ટેબલ પર એક માઈક્રો-ઓબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ બજાવશે. આ ઉપરાંત કાઉન્ટીંગ હોલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર ફરજ પર હાજર હશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે.

જાણો કોણ કોણ મતગણતરી મથકે પહોંચી શકશે
મતગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજરત કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે. રિટર્નિંગ ઓફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઓબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હોલમાં ગોઠવવામાં આવશે.

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરાશે..
રાજ્યના તમામ કાઉન્ટિંગ સેન્ટરો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીં મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસ તૈનાત કરાયેલી રહેશે. જ્યારે બીજી બાજુ મતગણતરીના લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો હશે. અહીં જેને અનુમતિ મળી છે એના સિવાયની કોઈપણ વ્યક્તિ પ્રવેશ આપવામાં આવશે નહીં. અહીં દરેક મતગણતરી કેન્દ્રમાં મીડિયા સેન્ટર ઉભી કરાયું છે આના સિવાય કોઈપણ સ્થળે મોબાઈલ ફોન લઈ જવાની અનુમતિ અપાઈ નથી.

With Input: દિગ્વિજય પાઠક

    follow whatsapp