Can Cotton Candy Cause Cancer : સમગ્ર વિશ્વમાં બાળકો કોટન કેન્ડી પસંદ કરે છે. ભારતમાં તેને 'બુઢીના બાલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને ઘણીવાર મેળામાં કે પાર્ક નજીક વેચાતા જોઈ શકાય છે. પરંતુ હવે 'બુઢિયા કે બાલ, બુઢીના બાલ'ને લઈને કેન્સર જેવી સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ ઉભી થઈ રહી છે.
ADVERTISEMENT
કેટલાક રાજ્યોમાં મુકાયો પ્રતિબંધ
રિપોર્ટ્સ અનુસાર, તેમાં એક આર્ટિફિશિયલ ડાઈનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ભારતના કેટલાક રાજ્યોએ તેના પર પ્રતિબંધ પણ મૂક્યો છે જ્યારે કેટલાક રાજ્યો પ્રતિબંધ મુકવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ હવે સવાલ એ ઊભો થાય છે કે શું બુઢીના બાલ ખરેખર કેન્સરનું કારણ બની શકે છે? શું લોકોએ આ બાબતે સાવચેત રહેવાની જરૂર છે?
ક્યાં અને શા માટે લાદવામાં આવ્યો પ્રતિબંધ ?
તમિલનાડુએ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે રાજ્યમાં હવે કોટન કેન્ડીનું વેચાણ નહીં થાય. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ પગલું એટલા માટે ઉઠાવવામાં આવ્યું છે કારણ કે તેમાં એક એવું કેમિકલ હોવાનું સાબિત થયું છે, જે કેન્સરનું કારણ બને છે. લેબ ટેસ્ટિંગમાં ખુલાસો થયો છે કે આ કેમિકલ રોડામાઈન-બી છે, જેનો ઉપયોગ મીઠી વસ્તુઓમાં કૃત્રિમ કલર માટે કરવામાં આવે છે.
Rhodamine-B સુરક્ષિત નથી
રાજ્યના આરોગ્ય મંત્રી એમ સુબ્રમણ્યમે આ અંગે એક નિવેદનમાં જણાવ્યું કહ્યું કે, ફૂડ પેકેજિંગ, ઈંપોર્ટ અને સેલમાં રોડામીન-બીનો ઉપયોગ કરવો થવા લગ્નો કે અન્ય જાહેર કાર્યક્રમોમાં આ કેમિકલથી યુક્ત ભોજન પિરસવું ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ સજાને પાત્ર હશે. તેમણે કહ્યું કે આ કેમિકલ ખાદ્ય પદાર્થો માટે અસુરક્ષિત સાબિત થયું છે.
પુડુચેરીમાં પણ કોટન કેન્ડી પર પ્રતિબંધ
તમિલનાડુ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પણ કોટન કેન્ડી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, અહીં તે વેન્ડર્સને કે જેમની પાસે ફૂડ સેફ્ટી ઓથોરિટીનું ક્વોલિટી સર્ટિફિકેટ છે, તેમને વેચવાની મંજૂરી છે. આ સંદર્ભમાં, પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું હતું કે જે વેન્ડર્સ પાસે સર્ટિફિકેટ નથી, તેઓ કોટન કેન્ડીને વેચી શકશે નહીં.,
આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં લાગી શકે છે પ્રતિબંધ
રિપોર્ટ્સ અનુસાર, આ બધાને જોતા આંધ્ર પ્રદેશ અને નવી દિલ્હીમાં પણ આની ચર્ચા થઈ રહી છે. આંધ્ર પ્રદેશના ફૂડ સેફ્ટી કમિશનરનું કહેવું છે કે આ અઠવાડિયે સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવશે. તેના રિપોર્ટ આવ્યા બાદ કોટન કેન્ડી પર પ્રતિબંધ મૂકવામાં આવશે કે નહીં તે નક્કી કરવામાં આવશે.
શું કેમિકલથી કેન્સર પણ થઈ શકે છે?
કોટન કેન્ડીની સ્વાસ્થ્ય પર થતી અસરો અંગે નિષ્ણાતો કહે છે કે લાંબા સમય સુધી ખોરાકમાં Rhodamine-Bનો ઉપયોગ કરવાથી લીવરની તકલીફ કે કેન્સર જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ADVERTISEMENT