અમેરિકામાં કહેર મચાવનારા કોરોનાના શક્તિશાળી સબ વેરિએન્ટ XBB.1.5ના બે કેસ ગુજરાતમાં નોંધાયા

ગાંધીનગર: અમેરિકામાં કહેર મચાવનારા કોરોનાના શક્તિશાળી વેરિએન્ટ XBB.1.5ના બે કેસ ગુજરાતમાં નોંધાયાઅમદાવાદ: દુનિયાભરમાં ઝડપથી વધી રહેલા કોરોનાના સંક્રમણે ફરી એકવાર ચિંતા વધારી છે. કોરોનાના વધતા…

gujarattak
follow google news

ગાંધીનગર: અમેરિકામાં કહેર મચાવનારા કોરોનાના શક્તિશાળી વેરિએન્ટ XBB.1.5ના બે કેસ ગુજરાતમાં નોંધાયાઅમદાવાદ: દુનિયાભરમાં ઝડપથી વધી રહેલા કોરોનાના સંક્રમણે ફરી એકવાર ચિંતા વધારી છે. કોરોનાના વધતા કેસને રોકવા માટે કેન્દ્ર સરકારે ચીન, જાપાન, થાઈલેન્ડ સહિત પાંચ દેશોમાંથી આવનારા પ્રવાસીઓને RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરી દીધો છે. બીજી તરફ અમેરિકામાં કહેર વર્તાવી રહેલા કોરોનાના XBB.1.5 વેરિએન્ટની પણ ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. આ વેરિએન્ટ અગાઉના વેરિએન્ટ કરતા 120 ગણી ઝડપે સંક્રમણ ફેલાવે છે. ત્યારે ગુજરાતમાં XBB.1.5ના વધુ બે કેસો મળી આવ્યા છે.

અમદાવાદ તથા આણંદના દર્દીમાં મળ્યો XBB.1.5
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ XBB.1.5ના બે કેસો જોવા મળ્યા છે. અઠવાડિયા પહેલા માત્ર અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના આ સબ વેરિએન્ટનો કેસ આવ્યો હતો. હવે ગુજરાતમાં તેના 3 કેસો થઈ ગયા છે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં જીનોમ સિક્વન્સીંગ દરમિયાન અમદાવાદ અને આણંદના એક-એક દર્દીમાં XBB.1.5 સબ-વેરિએન્ટ મળી આવ્યો છે.

120 ગણી ઝડપે વાઈરસનું સંક્રમણ ફેલાય છે
સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેનશન (CDC) તરફથી જારી કરાયેલા આંકડામાં જાણવા મળ્યું છે કે, અમેરિકામાં હાલમાં જ કોવિડ-19ના 40 ટકાથી વધારે કેસો XBB.1.5ના હતા. અમેરિકાના 10 રાજ્યોમાંથી સાતમાં સૌથી વધારે XBB.1.5ના કેસો સામે આવ્યા છે. આ BQ1 વેરિએન્ટથી 120 ગણો ઝડપથી ફેલાય છે. આ વાઈરસ સરળતાથી શરીરમાં પ્રવેશી જાય છે અને જૂના XBB કે BQની તુનલાએ ઝડપથી ફેલાય છે. આ વેરિએન્ટના મુખ્ય લક્ષણો છે, નાક વહેવું, ગળામાં દુખાવો, તાવ, માથામાં દુખાવો, છીંક, શરદી, ઉધરસ અને કર્કસ અવાજ.

    follow whatsapp