નવી દિલ્હી : ચીનમાં કોરોનાનો BF.7 વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. અહીં મોટા પ્રમાણમાં લોકો આ વેરિયન્ટથી સંક્રમિત થઇ રહ્યા છો. ચીનમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસને જોતા ભારતમાં પણ લોકો ખુબ જ વધારે ચિંતિત જોવા મળી રહ્યા છે. જો કે નિષ્ણાંતોનું કહેવું છે કે, ચીનમાં ઝડપથી ફેલાઇ રહેલા આ વેરિયન્ટના કારણે ભારતમાં કોરોનાની કોઇ નવી લહેર જોવા નહી મળે.
ADVERTISEMENT
કોરોનાની સંભવિત લહેરને લઈ તંત્ર એક્શન મોડ પર, અમદાવાદની શાળાઓ માટે જાહેર કરવામાં આવી SOP
ટાટા મેડિકલના નિષ્ણાંત ડોક્ટર્સે આપ્યો સટીક રિપોર્ટ
બેંગ્લુરૂ ખાતે ટાટા મેડિકલ એન્ડ ડાયગ્નોસ્ટિકના વાયરોલોજિસ્ટ ડોક્ટર વી.રવિએ કહ્યું કે, આ વેરિયન્ટના કારણે ભારતીય વસ્તીને વધારે ખતરાનો સામનો નહી કરવો પડે. તેમણે એમ પણ કહ્યું કે, સૌથી ખરાબ સ્થિતિમાં આ વેરિયન્ટના કારણે લોકોને આ દિવસ જોવા માટે શ્વાસ સંબંધિત સામાન્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
કાંકરિયા કાર્નિવલને લઈ તંત્રએ લીધો મોટો નિર્ણય, બીજા જ દિવસે બદલ્યો સમય
નવા વેરિયન્ટને કારણે ભારત પર કોઇ ખાસ અસર નહી થાય
ડૉ.રવિએ કહ્યું કે, આ દરમિયાન નવા વેરિયન્ટ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ જુના કોરોના વાયરસની જેમ જ વર્તન કરશે. ચીનમાં મોટા ભાગની વસતી ન તો વેરિયન્ટના સપર્કમાં આવી છે ન તો વેક્સિનેટ છે. આ સ્થિતિમાં આ લોકોમાં ઓમિક્રોનનો કોઇ પણ સબ વેરિયન્ટ જુના કોરોના વાયરસની જેમ જ વ્યવહાર કરશે. એટલેકે કોરોના મહામારીની શરૂઆતમાં કોરોના સંક્રમણ જેટલો ખતરનાક સાબિત થઇ રહ્યો હતો, ચીનના લોકો માટે ઓમિક્રોનના બાકી નવા સબ વેરિયન્ટ પણ તેટલા જ ખતરનાક હશે. જ્યારે ભારતમાં આવું નથી.
વડોદરાઃ MSUમાં નમાઝ અદા થઈ તો હિન્દુ સંગઠનોને ગુસ્સો આવ્યો, કાઉન્સેલિંગની જરૂર કોને?
મોટા ભાગના ભારતીયોમાં હર્ડ ઇમ્યુનિટી વિકસી ચુકી છે
નિષ્ણાંતોના અનુસાર મોટા ભાગના ભારતીયોએ વૈક્સિનેશનના કારણે મજબુત ઇમ્યુનિટી ધરાવતા થઇ ચુક્યા છે. નિષ્ણાંતોએ કહ્યું કે, હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ અને વાયરસના કારણે થનારી મોતો પર નજર રાખવાથી કોવિડના કેસની સંખ્યા અંગે યોગ્ય માહિતી મળી શકે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT