Corona JN.1 Virus : કોરોનાનો નવો વેરિયન્ટ ચીન-સિંગાપોર બાદ હવે ભારતમાં પણ ફેલાઈ રહ્યો છે. ભારતના કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવા જેવા રાજ્યોમાં ખૂબ જ ઝડપથી કેસમાં વધારો થઈ રહ્યો છે. જોકે નિષ્ણાતો અનુસાર, આ વેરિયન્ટનો મૃત્યુદર તેમજ હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે. પરંતુ કોરોના સંબંધિત નવીનતમ અભ્યાસમાં એક ચોંકવાનારી વાત સામે આવી છે. એક અભ્યાસ પ્રમાણ સામે આવ્યું છે કે, આ ખતરનાક વાયરસ માત્ર સ્વાદ અને ગંધને જ નહીં પરંતુ ગળાને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે. 15 વર્ષની છોકરીએ કોરોના વાયરસને કારણે પોતાનો અવાજ ગુમાવ્યો હોવાનો એક કિસ્સો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT
વોકલ કોર્ડ પેરાલિસિસનો ખતરો
SARS-CoV-2 વાયરસ બાદ દ્વિપક્ષીય વોકલ કોર્ડ પેરાલિસિસ નામનું સંશોધન જનરલ પેડિયાટ્રિક્સમાં સામે આવ્યું છે. જેમાં એવું જાણવા મળ્યું છે કે, કોરોના સંક્રમણ ગળામાં પણ ચેપ લગાડે છે, જેથી તે ગળાના અવાજ સુધી પણ પહોંચી શકે છે. નિષ્ણાતોના મતે તેને વોકલ કોર્ડ પેરાલિસિસ કહેવામાં આવે છે. જેમાં તમારા અવાજના ભાગોને અસર થાય છે. આવા કિસ્સામાં તમે ધીમે ધીમે બોલવાની ક્ષમતા ગુમાવો છો.
કોરોના અંગે તમામ હોસ્પિટલોમાં કરાય મોકડ્રીલ
જીએનસીટીડી મંત્રી સૌરભ ભારદ્વાજે નવેમ્બર-2023 દરમિયાન ચીનમાં બાળકોમાં ન્યુમોનિયા સહિત શ્વસન સંબંધી રોગોના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને 30 નવેમ્બરે નિષ્ણાતો સાથે બેઠક બોલાવી હતી. જેમાં RT PCR દ્વારા ન્યુમોનિયાના ગંભીર કેસોની ચકાસણી, સેમ્પલની વિગતો જાળવવા અને એન્ટી વાઈરલ દવાઓનો પૂરતો સ્ટોક રાખવા અંગે sop જારી કરવામાં આવી હતી. જેમાં 13મી ડિસેમ્બરથી 17મી ડિસેમ્બર સુધી તમામ હોસ્પિટલોમાં વિવિધ માપદંડો પર સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT