નર્મદા: સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનને લઈ સતત ચર્ચામાં રહેતા હોય છે. આ દરમિયાન સાંસદ મનસુખ વસાવા વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડયા છે. મતદાતા ઋણ સ્વીકાર સમારોહમાં સાંસદ મનસુખ વસાવાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. મનસુખ વસાવાએ છોટુ વસાવાને લઈ નિવેદન આપતા કહ્યું હતું કે, બીટીપી અને છોટુભાઈથી બધા ડરતા હતા હવે બીટીપી અને છોટુભાઈને પરાષ્ટ કરીશું અને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીશું
ADVERTISEMENT
ફરી એક વખત સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય આમને સામને આવે તેવા એંધાણ છે. આજે મતદાતા ઋણ સ્વીકાર સમારોહમાં સાંસદ મનસુખ વસાવાએ છોટુ વસાવાને લઈ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, બીટીપી અને છોટુભાઈથી બધા ડરતા હતા . બીટીપી અને છોટુભાઈને પરાષ્ટ કરીશું અને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીશું. બે વર્ષ પહેલા કહ્યું હતું ઝઘડીયા વિધાનસભા પણ જીતીશું . છોટુભાઈની તાકાત વધતી જતી જે તોડી છે જેનો ફાયદો ગુજરાત ને થયો છે અને હવે ઉભા નથી થવાના.
આ પણ વાંચો: સુરતમાં કોંગ્રેસના મહિલા નેતા જ દારૂની હેરાફેરી કરતા પોલીસે કરી ધરપકડ
મહત્વનું છે કે, ઝઘડીયા વિધાનસભા બેઠકએ છોટુ વસાવા માટે સેફ સીટ ગણવામાં આવતી હતી. ત્યારે આબેઠક હવે ભાજપે છીનવી લીધી છે. ઝઘડીયા વિધાનસભા બેઠક પર ભાજપના રિતેશ વસાવાએ મેદાન માર્યું છે. જ્યારે છોટુ વસાવાને આ બેઠક પર હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. ભાજપે આ બેઠક જીતી ઇતિહાસ રચ્યો છે. આ બેઠક પર ભાજપે પહેલી વાર જીત મેળવી છે. ત્યારે હવે સાંસદ મનસુખ વસાવાના નિવેદન થી રાજકીય માહોલ ગરમાયો છે. ફરી એક વખત અહી સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા આમને સામે જોવા મળી તો નવાઈ નહીં.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, નર્મદા )
ADVERTISEMENT