રાજકોટઃ ગોપાલ ઈટાલિયા છેલ્લા ઘણા દિવસોથી વાઈરલ વીડિયો વિવાદમાં ફસાયા છે. આ દરમિયાન દિલ્હીમાં પૂછપરછ બાદ તેઓ રાજકોટ એરપોર્ટ પહોંચી ગયા હતા. જ્યાંથી ઈટાલિયા ખોડલધામ પહોંચ્યા હતા અને ખોડીયાર માતાના આશીર્વાદ લીધા હતા. જોકે આ દરમિયાન ખોડલધામના દિગ્ગજ ટ્રસ્ટી ગોપાલ ઈટાલિયાના સ્વાગતમાં હાજર રહ્યા નહોતા. જેને લઈને રાજકારણ ગરમાયું છે. નોંધનીય છે કે આ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ પણ તેમને સણસણતો જવાબ આપી દીધો હતો.
ADVERTISEMENT
ટ્રસ્ટીઓ ગેરહાજર રહેતા અટકળોનો દોર શરૂ
ગોપાલ ઈટાલિયા ખોડલ ધામ પહોંચ્યા ત્યારે તેમના સ્વાગતમાં એકપણ ટ્રસ્ટી ત્યાં હાજર રહ્યા નહોતા. તેવામાં હવે વિવિધ તર્ક વિતર્કોનો દોર શરૂ થઈ જવા પામ્યો છે. ગોપાલ ઈટાલિયા જ્યારે ખોડલધામ પહોંચ્યા ત્યારે મંદિરના મોટાભાગનાં ટ્રસ્ટીઓએ ત્યાં હાજરી આપી નહોતી. વળી તેમનું સ્વાગત કરવા માટે પણ તેઓ રહ્યા નહોતા. જેને લઈને આ વિવાદ વધુ વકર્યો હોય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
ગોપાલ ઈટાલિયાએ કહ્યું…
ખોડલધામ ખાતે ગોપાલ ઈટાલિયાએ દર્શન કર્યા પછી ટ્રસ્ટીઓની ગેરહાજરી મુદ્દે કહ્યું કે મને માતાનાં આશીર્વાદ જ લેવા હતા. એના માટે જ હું આવ્યો હતો. વળી વીડિયો વાઈરલ થયા એ મુદ્દે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે ભાજપ પાસે કોઈ અન્ય મુદ્દો બાકી નથી એટલે 10 વર્ષ જૂના વીડિયોનો ઉપયોગ કરીને રાજનીતિ કરી રહી છે. અહીં માતા ખોડિયારના આશીર્વાદ લઈને ભાજપ સામે લડવાની શક્તિ માગી છે. જોકે ત્યારપછી ગોપાલ ઈટાલિયાએ ખોડલધામના ટ્રસ્ટી રુપાપરા ગોપાલભાઈ સાથે મુલાકાત કરી હતી.
ADVERTISEMENT